Gold Price Today: આજે ફરી વધ્યો સોનાનો ભાવ, ચાંદીમાં ઘટાડો..અમદાવાદમાં કેટલે પહોંચ્યો?

Gold Price Today: આજે ફરી એકવાર સોનાના ભાવમાં વઘારો થયો છે અને ચાંદીના ભાવ ઘટ્યા છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો, આવો જોઈએ.

Share:

હાઈલાઇટ્સ

  • આજે ફરીથી વધ્યા સોનાના ભાવ, ચાંદીમાં ઘટાડો
  • એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 5825 પહોંચ્યો
  • 24 કેરેટ એક ગ્રામનો ભાવ 6354 પહોંચ્યો

અમદાવાદઃ સોના ચાંદીની ખરીદી કરનારાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દેશમાં આજે 22 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 5820 રુપિયા અને 24 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 6349 રુપિયાએ પહોંચ્યો છે. એટલે કે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 58200 રુપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63490 રુપિયાએ પહોંચ્યો છે. 

આટલો ભાવ સોનાનો 
અમદાવાદની વાત કરવામાં આવે તો એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 5825 પહોંચ્યો છે. જ્યારે 24 કેરેટ એક ગ્રામનો ભાવ 6354  પહોંચ્યો છે. એટલે કે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 58250 રુપિયા થયો છે. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63540 રુપિયા પહોંચ્યો છે. ત્યારે હવે ખરીદી કરનારાઓમાં પણ થોડી નિરાશા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી વારંવાર સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીમાં 100 ગ્રામ સોનાનો ભાવ 7900 રુપિયા થયો છે. 

શું છે અંતર?
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે. જ્યારે 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટમાં અન્ય ધાતુ તાંબુ, ચાંદી, ઝીંક ભેળવીને દાગીના બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે. મહત્વનું છે કે, 24 કેરેટના દાગીના બનાવવામાં આવતા નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટ સોનું વેચે છે.