Cervical cancer: દેશની 7 કરોડ દિકરીઓને સરકાર આપશે વેક્સિન

કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત આખા દેશમાં 9 થી 14 વર્ષની બાળકીઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન આપવામાં આવશે. 

Share:

હાઈલાઇટ્સ

  • આ વેક્સિન અભિયાન 3 વર્ષ સુધી અલગ-અલગ ચરણોમાં પૂર્ણ થશે અને આની શરૂઆત આ જ વર્ષે કરી દેવામાં આવશે
  • અત્યારે હોસ્પિટલોમાં હ્યુમન પેપિલોમાવાયરસ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે 2000 રૂપીયા છે.

મહિલાઓમાં મુખ્યત્વે જોવા મળતા સર્વાઈકલ કેન્સરને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત આખા દેશમાં 9 થી 14 વર્ષની બાળકીઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન આપવામાં આવશે. 

આ વેક્સિન અભિયાન 3 વર્ષ સુધી અલગ-અલગ ચરણોમાં પૂર્ણ થશે અને આની શરૂઆત આ જ વર્ષે કરી દેવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે, પ્રથમ ચરણમાં આશરે 7 કરોડ જેટલી વેક્સિન આપવામાં આવશે. અત્યારે હોસ્પિટલોમાં હ્યુમન પેપિલોમાવાયરસ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે 2000 રૂપીયા છે. સરકાર હવે આને ફ્રીમાં લગાવશે. 

મીડિયા સાથે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે, 9 થી 14 વર્ષ વચ્ચે એક તૃતિયાંશ છોકરીઓને 3 વર્ષ સુધી દર વર્ષે વેક્સિન લગાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, દેશભરમાં 9 થી 14 વર્ષની ઉંમરની આશરે 8 કરોડ છોકરીઓને સર્વાઈકલ વેક્સિન અપાશે. આવતા વર્ષે 9 વર્ષની 50 લાખથી એક કરોડ છોકરીઓ વધી જશે.

શું હોય છે સર્વાઈકલ કેન્સર? 
સર્વાઈકલ કેન્સર ગર્ભાશયના નીચલા ભાગ સાથે જોડાયેલું હોય છે. આ બિમારી સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર બાદ મહિલોને થાય છે. જો કે, પ્રૌઢ અવસ્થામાં જ HPV વેક્સિન લગાવવામાં આવે તો આ કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. 
આ કેન્સરના જોખમને ઘટાડવા માટે લોકોમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે જાન્યુઆરીમાં સર્વાઈકલ કેન્સર જાગૃતતા મહિનો મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘શીખો, બચો અને તપાસ કરાઓ’ છે.