'ઘરે બેઠા નોકરી' આપતી 100થી વધુ વેબસાઈટ્સ બ્લોક, આ રીતે કરે છે લોકો સાથે ઠગાઈ

સાયબર છેતરપિંડી કરનારાઓ લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરે છે તેના પર, કેન્દ્રએ કહ્યું કે તેઓ 'ઘરે બેઠા નોકરી' અને "ઘરેથી કેવી રીતે કમાણી કરવી" જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરીને Google અને Meta પર ઘણી ભાષાઓમાં લક્ષ્યાંકિત ડિજિટલ જાહેરાતો શરૂ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઓનલાઈન જોબ ફ્રોડમાં વધારો થવા અંગે ગૃહ મંત્રાલયે ચેતવણી આપી
  • સરકારે આવી 100થી વધુ વેબસાઈટ્સ બ્લોક કરી, કેવી રીતે કરે છે કામ?

કેન્દ્ર સરકારે હોમ બેઝ્ડ જોબ સ્કેમ્સમાં વધારા અંગે ચેતવણી જારી કરીને સમજાવ્યું કે, આ સ્કેમર્સ કેવી રીતે કામ કરે છે. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે, તેમણે 100થી વધુ વેબસાઈટને બ્લોક કરી દીધી છે. આ વેબસાઇટ્સ રોકાણ અને ટાસ્ક બેઝ્ડ પાર્ટ ટાઇમ જોબ ફ્રોડમાં સામેલ હતી. આ વેબસાઇટ્સ ગેરકાયદે રોકાણ સંબંધિત આર્થિક ગુનાઓ આચરતી હતી. ગૃહ મંત્રાલય (MHA)એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, એવું બહાર આવ્યું છે કે આ વેબસાઇટ્સ વિદેશથી ઓપરેટ કરવામાં આવી રહી હતી. ઠગ ડિજિટલ એડવર્ટાઇઝિંગ, ચેટ મેસેન્જર્સ માટે ભાડાના એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

'ઘરે બેઠા નોકરી' કૌભાંડ
સાયબર છેતરપિંડી કરનારાઓ લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરે છે તે વિશે વાત કરતા, કેન્દ્રએ કહ્યું કે તેઓએ 'હોમ બેઝ્ડ ઝોબ' અને 'હોમ બેઝ્ડ અર્નિંગ' જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ અને મેટા પર ઘણી ભાષાઓમાં ડિજિટલ ઝુંબેશ અને જાહેરાત શરૂ કરી હતી. ઠગ મોટાભાગે નિવૃત્ત કર્મચારીઓ, મહિલાઓ અને બેરોજગાર યુવાનો કે જેઓ ટૂંકા ગાળાની નોકરી શોધી રહ્યા છે તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા.

આ રીતે થાય છે ઠગાઈ
આવી કોઈ જાહેરાત પર ક્લિક કર્યા પછી WhatsApp અથવા ટેલિગ્રામનો ઉપયોગ કરનાર એજન્ટ નોકરી શોધનાર સાથે વાતચીત શરૂ કરે છે, તેવું કેન્દ્રએ જણાવ્યું હતું. એજન્ટ તેને વિડિયોને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા, મેપ્સને રેટિંગ આપવા જેવા કેટલાક કામ કરવા સમજાવે છે. કામ પૂર્ણ થવા પર નોકરી શોધનારને શરૂઆતમાં થોડું કમિશન આપવામાં આવે છે. આ પછી, તેને આપેલા કામના બદલામાં વધુ વળતર મેળવવાની લાલચ આપવામાં આવે છે અને વધુ રોકાણ કરવાનું કહેવામાં આવે છે. એજન્ટનો વિશ્વાસ કેળવ્યા પછી જ્યારે પીડિત મોટી રકમ જમા કરાવે છે, ત્યારે એજન્ટ પૈસાની ઉચાપત કરીને છેતરપિંડી આચરે છે.

ઠગાઈથી કેવી રીતે બચવું?
કેન્દ્રએ કહ્યું, લોકોએ કોઈપણ ઓનલાઈન સ્કીમમાં પૈસાનું રોકાણ કરતા પહેલા હાઈ કમિશન આપતી હોય તે વિશે હંમેશા જાણવું અને સમજવું જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ તમારો WhatsApp અથવા ટેલિગ્રામ પર સંપર્ક કરે છે તો તમારે વેરિફિકેશન વિના પૈસાની લેવડદેવડ ટાળવી જોઈએ. કેન્દ્રએ એવું પણ કહ્યું કે, UPI એપમાં આપવામાં આવેલ રીસીવરના નામની હંમેશા ચકાસણી કરવી જોઈએ, જો રીસીવર રેન્ડમ વ્યક્તિ છે તો તે છેતરપિંડી કરનાર એકાઉન્ટ હોઈ શકે છે. આ ઉપરાંત પૈસા લેવાના સોર્સની પણ હંમેશા તપાસ કરવી જોઈએ.