Gujarat Forecast: રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી, ઠંડી પણ વધશે

Gujarat Forecast: આગામી ત્રણ દિવસ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે. રાજ્યમાં ફરી એક વાર માવઠાની આગાહી છે. આ સાથે જ ઠંડીનો ચમકારો પણ વધશે. ગયા શનિવાર અને રવિવાર જેવો માહોલ ફરી સર્જાઈ શકે, એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની શક્યતા
  • વરસાદ પડવાની સાથે ઠંડી પણ વધી શકે છે

Gujarat Forecast: ગુજરાતમાં ગયા શનિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો અને ઠેર ઠેર માવાઠુ પડ્યું હતું. કમોસમી વરસાદની સાથે ઠંડીનો પણ ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એક વાર રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી ત્રણ દિવસ રાજ્યમાં માવઠાની આગાહી છે. આજે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આની અસર વધારે જોવા મળી શકે છે. 

3 દિવસ કમોસમી વરસાદની આગાહી 
સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવે એવી શક્યતા છે. ત્યારે હવામાન વિભાગનું માનીએ તો, આજથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, ભરુચ, દાહોદ, પંચમહાલ, ખેડા, મહિસાગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 

વાવાઝોડુ પણ આવશે?
હવામાન વિભાગનું માનીએ તો, ભરુચ અને વડોદરા સહિતના કેટલાંક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુરેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. વાતાવરણમાં પલટાના કારણે વરસાદની સાથે ઠંડી પણ વધી શકે છે. ત્રણેક દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે. જે બાદ રાજ્યમાં વાતાવરણ સામાન્ય બનશે. તો આગામી પાંચ ડિસેમ્બર બાદ રાજ્યમાં વાતાવરણ સામાન્ય બનવાની શક્યતા છે. 

અગાઉ જેવો માહોલ
મહત્વનું ગયા શનિવારે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જે બાદ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાંક વિસ્તારોમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. જે બાદ રાત્રીના સમયે ઠંડીમાં પણ વધારો થયો હતો. રાજ્યમાં લોકોને જોરદાર ઠંડીનો અનુભવ થયો હતો. 

પ્રવાસીઓ ફસાયા?
ત્રણ દિવસ ફરીથી રાજ્યમાં આવું વાતાવરણ સર્જાવાની શક્યતા છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ રાજ્યમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અમદાવાદના એસજી હાઈવે સહિતના કેટલાંક હાઈવો પર લાંબો ટ્રાફિક સર્જાયો હતો. બીજી તરફ, વેકેશનનો માહોલ હોવાથી ફરવા માટે ગયેલા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરી આવું વાતાવરણ સર્જાય એવી શક્યતા રહેલી છે.