Gujarat: કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકનું ધોવાણ, ડુંગળી-બટેકાના પાક માટે વિશેષ પેકેજ જાહેર

ભારે પવન અને વાવાઝોડા સાથેના વરસાદે કેરી ઉત્પાદકોમાં ગંભીર ચિંતા ઉત્પન્ન કરી છે

Courtesy: Image: Twitter

Share:

 

Gujarat: કમોસમી વરસાદના કારણે ગુજરાત (Gujarat)ના 100થી પણ વધુ તાલુકાઓમાં ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાન થયું છે. આ કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે અને એક ડઝની પણ વધારે ગ્રામીણ જિલ્લાઓમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

 

કાપણીના સમયે જ કમોસમી વરસાદ ખાબકી પડવાના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ પ્રકારના પાકને ભારે નુકસાન થયું છે. 

Gujaratમાં કમોસમી વરસાદનો પ્રકોપ

છેલ્લા કેટલાક દિવસોમાં, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદે અનેક સ્થળોને ભીંજવ્યા હતા.રાજકોટ શહેર, ધારીના અમુક વિસ્તારો, સાવરકુંડલા, દામનગર અને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાઓમાં ભારે પવન અને વાવાઝોડા સાથેના વરસાદે આ પ્રદેશના કેરી ઉત્પાદકોમાં ગંભીર ચિંતા પેદા કરી છે.

 

ઉભા પાકને વ્યાપક નુકસાનના અહેવાલો વચ્ચે ગુજરાત (Gujarat) સરકારે મંગળવારે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 

કૃષિ મંત્રીનું નિવેદન

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે, વરસાદ બંધ થયા બાદ સર્વે કરવામાં આવશે.આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી છે અને ત્યાર બાદ જિલ્લાઓમાંથી પાકના નુકસાન અંગેનો અંતિમ અહેવાલ મેળવવામાં આવશે. 

ડુંગળી-બટેકાના ખેડૂતો માટે પેકેજની જાહેરાત

આ બધા વચ્ચે ગુજરાત (Gujarat) સરકારે ખેડૂતોના હિતમાં ડુંગળી અને બટેકાનું વાવેતર કરનારાઓ માટે 330 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, હાલ માર્કેટમાં લાલ ડુંગળી અને બટેકાની કિંમતો ખૂબ નીચી બોલાઈ રહી છે. ગુજરાતના કૃષિ મંત્રીએ આ વિશેષ પેકેજની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓને રૂપિયા 70 કરોડની સહાય ગયા વર્ષની યોજના હેઠળ આપવામાં આવી હતી જેમાં લાલ ડુંગળી ઉગાડતા ખેડૂતોને સહાય તરીકે 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવામાં આવ્યા હતા.

 

વધુમાં, સરકાર પરિવહન સબસિડી તરીકે 20 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડશે જેમાં એક્સપોર્ટ માટે માર્ગ પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા, ટ્રેનનો ઉપયોગ કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 1,150 રૂપિયા અને પરિવહનના ખર્ચના 25% (અથવા રૂપિયા 10 લાખ)નો સમાવેશ થાય છે. 

 

ઉત્તર ગુજરાતના જિલ્લાઓના બટાકાના ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ સબસિડી તરીકે 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જ્યારે 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ, 2023 વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં સ્થાનિક વપરાશ માટેના બટાટાના સંગ્રહ માટે ખેડૂતોને 200 કરોડ રૂપિયાની સહાય લંબાવવામાં આવશે. વધુમાં વર્તમાન સિઝન દરમિયાન એપીએમસીને પોતાની ઉપજ વેચનારા ખેડૂતોને 20 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

Tags :