Weather: ગુજરાતમાં ક્યારથી વધશે ઠંડી? 'મિચોંગ' વાવાઝોડાની અસર થશે?

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ, ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતમાં બે દિવસ સુધી કમોમસી વરસાદની શક્યતા છે.
  • 7 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થશે.
  • બંગાળની ખાડીમાં મિચોંગ વાવાઝોડુ પણ સક્રીય થયુ છે.

Gujarat Rain Forecast: ગુજરાતના વાતાવરમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો છે. રવિવારના રોજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સોમવારે પણ વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. રવિવારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીનું માનીએ તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડે એવી વકી છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં  મિચોંગ વાવાઝોડુ પણ સક્રીય થયુ છે. જેના કારણ દેશના કેટલાંક ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

કાતિલ ઠંડી પડશે
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ શક્યતા વ્યક્ત કરી છે કે, બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રીય બન્યું છે અને એના કારણે ભારે વરસાદ પડી શકે છે. સોમવારથી ઉત્તર ભારતમાં પણ વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. જે બાદ કાતિલ ઠંડી પડશે. એ પછી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સિવાય ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી માવઠાની અસર રહી શકે છે. 

ક્યાં માવઠાની વકી?
હવામાન વિભાગનું માનીએ તો, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, છોટાઉદેપુર, નર્મદા સહિતના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. મહત્વનું છે કે, દેવ દિવાળીની પહેલાં પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા.  

અંબાલાલ  પટેલે શું કહ્યું?
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, મધ્ય અને અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર આગામી 7 ડિસેમ્બર સુધી રહી શકે છે. ગુજરાતમાં હાલ વાદળછાયુ વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા સાથે કાતિલ ઠંડી પડી શકે છે. 

મિચોંગ વાવાઝોડુ સક્રીય 


વિકારાળ બન્યુ વાવાઝોડુ
બીજી તરફ બંગાળની ખાડીમાં મિચોંગ વાવાઝોડુ પણ સક્રીય બન્યું છે. ધીરે ધીરે આ વાવાઝોડુ વિકરાળ બન્યું છે અને પોતાનું ભયંકર રુપ બતાવી રહ્યું છે. હાલ આ વાવાઝોડુ બંગાળની ખાડીમાં ચેન્નાઈથી 230 કિલોમીટર ઈસ્ટ સાઉથ ઈસ્ટ તરફ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડુ મધ્ય પશ્ચિમની ખાડી તરફ વળે એવી શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જો કે, હાલ તો આ વાવાઝોડુ ગુજરાતથી ખૂબ જ દૂર હોવાથી ચિંતાનો વિષય નથી. પરંતુ તેની અસર ચોક્કસ ગુજરાતમાં જોવા મળશે.