એશિયાનું સિલિકોન વેલી બનશે ગુજરાતઃ ટાટા-વેદાંતા ચીનને બતાવશે તેની ઔકાત

ગુજરાત અને કેન્દ્ર સરકાર બંન્ને હવે ગુજરાતને એશિયાનું સિલીકન વેલી બનાવવામાં લાગી ગયા છે. આની શરૂઆત ગત સેમિકોન ઈન્ડિયા 2023 થી શરૂ થઈ હતી. આ વાઈબ્રન્ટ ગુજરાત 2024 સુધી ચાલુ છે. 

Share:

હાઈલાઇટ્સ

  • ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે
  • વેદાંતા કંપની પણ સેમીકંડક્ટર બનાવવાને લઈને મોટું પ્લાનિંગ કરી રહી છે

અમેરિકા અને ચીનના સંબંધોમાં જે ખટાશ વધી છે તેનો સૌથી વધારે ફાયદો ભારતને મળ્યો છે. ચીનની તમામ કંપનીઓ ભારત બાજુ મૂવ કરી રહી છે. તો બીજી તરફ ચીનથી ત્રસ્ત તાઈવાન પણ ભારતના પક્ષમાં છે. સેમીકંડક્ટરનું નવું હબ બનાવવા માટે તાઈવાન અને તેની કંપનીઓ મદદ કરવા માટે તૈયાર છે. ત્યારે આવામાં ગુજરાતને દુનિયાના નકશા પર નવા સેમીકંડક્ટર હબ તરીકે જોવામાં આવી રહ્યું છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર બંન્ને હવે ગુજરાતને એશિયાનું સિલીકન વેલી બનાવવામાં લાગી ગયા છે. આની શરૂઆત ગત સેમિકોન ઈન્ડિયા 2023 થી શરૂ થઈ હતી. આ વાઈબ્રન્ટ ગુજરાત 2024 સુધી ચાલુ છે. 

ટાટા ગ્રુપની મોટી જાહેરાત
ટાટા સન્સના ચેરમેન એેન. ચંદ્રશેખરને બુધવારે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે. અહીં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિમાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 20 GW ની ગીગાફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટાટા ગ્રુપે એક ઠરાવ કર્યો છે જે પૂરો થવાનો છે. ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર ફેબની પણ જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ફેબ માટેની વાટાઘાટો પૂર્ણતાને આરે છે અને તે 2024માં શરૂ થશે. જો કે, જૂથ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું નથી કે આ ફેક્ટરી સ્થાપવા માટે જૂથ કેટલા હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આગામી દિવસોમાં શેરબજારના ફાઇલિંગ દ્વારા પણ આ વાત બહાર આવી શકે છે.


ટાટા ગ્રુપે ગત વર્ષે જ પોતાના પ્લાનિંગ વિશે દુનિયાને જણાવી દિધું હતું. નેક્કઈ એશિયા સાથે વાત કરતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને EV, રિન્યુઅલ એનર્જી અને સેમીકંડક્ટરમાં આવતા પાંચ વર્ષમાં 90 અરબ ડોલર એટલે કે 7.50 લાખ કરોડ રૂપીયાનું રોકાણ થશે. અનુમાન છે કે, આમાંથી આવતા પાંચ વર્ષમાં 3 લાખ કરોડ રૂપીયાથી વધારેનું રોકાણ સેમીકંડક્ટરમાં થઈ શકે છે. આમાં આશરે 1.5 લાખ કરોડ રૂપીયાથી વધારેનું રોકાણ ગુજરાતમાં કરવાનું પ્લાનિંગ હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલે સ્પષ્ટ છે કે, આવનારા દિવસોમાં સેમીડંડક્ટરમાં ટાટા ગ્રુપ ગુજરાતમાં મોટું રોકાણ કરવાનું છે. 

તો બીજી તરફ વેદાંતા કંપની પણ સેમીકંડક્ટર બનાવવાને લઈને મોટું પ્લાનિંગ કરી રહી છે. અત્યારસુધી વાઈબ્રન્ટ ગુજરાતમાં કોઈ જાહેરાત તો નથી થઈ પરંતુ તેનું પ્લાનિંગ પહેલાથી જ ચાલી રહ્યું છે. 10 થી 20 બિલિયન ડોલરના આ પ્રોજેકટમાં પહેલા ફોક્સકોન સાથે વેદાંતાનું જોઈન્ટ વેન્ચર હતું. પરંતુ બંન્નેનું વેન્ચર અત્યારે ખતમ થઈ ગયું છે. હવે ફોક્સકોને ખુદ પોતાના દમ પર સેમીકંડક્ટરમાં આવવાનો નિર્ણય કર્યો છે. ફોક્સકોને આશરે એક મહિના પહેલા IT મીનિસ્ટ્રીમાં કંપની દ્વારા અરજી પણ કરી હતી.