Gyanvapi Case: મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ અલ્હાબાદ HCએ ફગાવી, છ મહિનામાં સુનાવણી પૂરી કરવા આદેશ

Gyanvapi Case: અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈંતજામિયા મસ્જિદ, યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દેવામાં આવી છે. ત્યારે કોર્ટે છ મહિનામાં આ કેસની સુનાવણી પૂરી કરવા આદેશ પણ આપ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો
  • અલ્હાબાદ કોર્ટે તમામ અરજીઓ ફગાવી
  • છ મહિનામાં સુનાવણી પૂરી કરવા નીચલી કોર્ટને આદેશ

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મુસ્લિમોને એક મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી મુસ્લિમ પક્ષોની તમામ અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે એવો આદેશ આપ્યો છે કે, આગામી છ મહિનામાં આ મુદ્દે સુનાવણી પુરી કરવામાં આવે. આ મામલે હાઈકોર્ટે 1991ના કેસનના ટ્રાયલની પણ મંજૂરી આપી. આ નિર્ણય બાદ મુસ્લિમ પક્ષોને એક મોટો ધ્રાસ્કો લાગ્યો છે. 

1991નો કેસ શું છે?
મહત્વનું છે કે, જે પાંચ અરજીઓ પર અલ્હાબાદ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે એમાંથી ત્રણ અરજીઓ 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસ સાથે જોડાયેલી છે. જ્યારે બાકીને બે અરજીઓ એએસઆઈ દ્વારા સર્વે બાદ કરવામાં આવેલા આદેશ વિરુદ્ધની છે. જસ્ટીસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે અરજીકર્તા અંજુમન ઈંતેજામિયા મસ્જીદ કમીટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને પ્રતિવાદી મંદિર પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો. 

ચારવાર નિર્ણય સુરક્ષિત રાખ્યો 
આ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટે જસ્ટીસ રોહિત રંજન અગ્રાવલે આઠ ડિસેમ્બરના રોજ અરજીકર્તાઓ અંજુમન ઈંતેજામિયા મસ્જીદ કમીટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તથા પ્રતિવાદી મંદીર પક્ષની દલીલો સાંભળીને ચોથીવાર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

કોર્ટે શું આદેશ આપ્યો? 
હાઈકોર્ટે પોતાના આદેશમાં આગળ કહ્યું કે, નીચલી કોર્ટે આ કેસની કાર્યવાહીમાં ઝડપ લાવવી જોઈએ. છ મહિનાની અંદર સુનાવણી પૂરી કરી દેવી જોઈએ. કોઈ પણ વચગાળાના આદેશ અસ્તિત્વમાં છે તો ન્યાયાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણય એએસઆઈ દ્વારા જિલ્લા કોર્ટમાં મસ્જિદના સર્વે રિપોર્ટને એક સીલબંધ કવરમાં રજૂ કર્યાના એક દિવસ બાદ આવ્યો છે.