ભાજપ MP કિરણ ખેરે એક બિઝનેસમેનને આપી જાનથી મારવાની ધમકી? શું છે સમગ્ર મામલો

બીજેપી સાંસદ કિરણ ખેર પર એક બિઝનેસમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. હાઈકોર્ટે અરજદારને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • 'જો પૈસા ડબલ નહીં થાય તો અમે પરિવારને પતાવી દઈશું'
  • બિઝનેસમેને કિરણ ખેર પર આરોપ લગાવતા સુરક્ષા મળી

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેર પર આરોપ લગાવનાર મણિમાજરાના એક બિઝનેસમેનને એક સપ્તાહ માટે સુરક્ષા પૂરી પાડી છે. બિઝનેસમેનની અરજીને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે ચંદીગઢ પોલીસને તેને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. બિઝનેસમેને ચંડીગઢના સાંસદ કિરણ ખેર અને તેમના રાજકીય સહયોગી સહદેવ સલારિયા પર તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્યોગપતિએ તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ રોકાણ સલાહકાર તરીકે કામ કરે છે. કિરણ ખેરે તેમને રોકાણ માટે 8 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે કિરણ ખેર પર આરોપ લગાવ્યો હતો કે જો તે પૈસા ડબલ કરીને પરત નહીં કરે તો પરિવારને બરબાદ કરી દેશે.

શું છે સમગ્ર મામલો?
ઉદ્યોગપતિ ચૈતન્ય અગ્રવાલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે પત્ની અને તેમની બે સગીર દીકરીઓ સહિત આખા પરિવારને કિરણ ખેર અને સહદેવ સલારિયાથી જીવનું જોખમ છે. અગ્રવાલે જણાવ્યું કે તે ભાજપના કાર્યકર દ્વારા સલારિયાના સંપર્કમાં આવ્યો હતો. સલારિયાએ પોતાનો પરિચય એક ફાઇનાન્સર તરીકે આપ્યો હતો જેણે ખેર સહિતના પ્રભાવશાળી લોકો માટે નાણાંનું સંચાલન કર્યું હતું. અગ્રવાલે જણાવ્યું કે સાંસદ કિરણ ખેરે તેમને રોકાણ માટે 8 કરોડ રૂપિયા આપ્યા હતા અને નફો કર્યા બાદ તેણે આ રકમ સાંસદને પરત કરવાની હતી.

અગ્રવાલની અરજી અનુસાર, તેણે ખેરના પૈસા રોક્યા અને ઓગસ્ટમાં તેમને 2 કરોડ રૂપિયા પરત કર્યા. તેણે કહ્યું કે નવેમ્બરમાં બજારની વધઘટને કારણે તેણે બાકીની રકમ પરત કરવા માટે વધુ સમય માંગ્યો હતો. પરંતુ સાંસદ અને તેના સહયોગીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે તાત્કાલિક વ્યાજ સહિત પૈસા પરત કરવાની માંગ કરી હતી. જો કે, આવું ન થતાં તેણે ધમકાવવામાં આવતો હોવાનો પણ આરોપ બિઝનેસમેને લગાવ્યો છે.

અગ્રવાલે આરોપ લગાવ્યો કે તેને કહેવામાં આવ્યું કે જો 15 ડિસેમ્બર સુધીમાં ડબલ પૈસા નહીં મળે તો આખો પરિવાર ખતમ થઈ જશે. જે બાદ તેણે હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. આ મામલે ચંડીગઢ પોલીસે જણાવ્યું કે અગ્રવાલના પરિવારે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. અરજદારના વકીલ સિદ્ધુએ દલીલ કરી હતી કે બંધારણની કલમ 21 સર્વોચ્ચ છે અને અરજદારે પહેલા હેલ્પલાઇન નંબર 112 પર ફોન કરવાની જરૂર નથી.

હાઈકોર્ટે પ્રતિબંધ સાથે આપી સુરક્ષા
સુરક્ષા માટે સૂચનાઓ જારી કરીને, હાઇકોર્ટે અરજદાર પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા જેથી સુરક્ષાનો દુરુપયોગ ન થાય. કોર્ટે કહ્યું કે અરજદાર અને તેની પત્ની તબીબી જરૂરિયાતો સિવાય, ઘરની જરૂરિયાતો ખરીદવા, પરિવારમાં સંવેદના માટે, નજીકના સંબંધી અથવા નજીકના મિત્રને મળવા સિવાય તેમના રહેઠાણની મર્યાદાની બહાર ન જાય.