'હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી', મહિલા સાથે અભદ્ર વ્યવહાર બાદ તામિલનાડુના CM MK Stalinનું વિવાદિત નિવેદન

તામિલનાડુની એક મહિલા સાથે ગોવામાં અભદ્ર વ્યવહાર થયો હતો. જે બાદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેઓએ એવું વિવાદિત નિવેદન આપ્યું કે, હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી. મહિલાને નીચુ દેખાડવાનો પણ આરોપ લગાવ્યો.

Share:

હાઈલાઇટ્સ

  • તામિલનાડુના સીએમ સ્ટાલિનનું વધુ એક વિવાદિત નિવેદન
  • હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી, સ્ટાલિને આપ્યું વિવાદિત નિવેદન
  • મહિલાનું અપમાન થતા સ્ટાલિને ગુસ્સો વ્યક્ત કર્યો હતો

MK Stalin: તામિલનાડુની મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રાજ્યની એક મહિલા સાથે ગોવા એરપોર્ટ પર અભદ્ર વ્યવહાર થયો હતો. જે બાદ સ્ટાલિને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સ્ટાલિને એવો પણ આરોપ લગાવ્યો કે, મહિલાને નીચુ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોવા એરપોર્ટ પર મહિલા સાથે આ ઘટના બની હતી. ત્યારે તેઓએ કહ્યું કે, હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી. જ્યારે મહિલાએ એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનને કહ્યું કે, તે હિન્દી નથી જાણતી. ત્યારે જવાન તેનું અપમાન કર્યુ હતુ. 

હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી 
એમકે સ્ટાલિને ગોવા એરપોર્ટ પર મહિલા સાથે બનેલી ઘટનાની નિંદા કરી હતી. ત્યારે પોતાનો ગુસ્સો ઠાલવતા એમકે સ્ટાલિને કહ્યું કે, હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી. લોકોને આવું માનવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, એ ખરેખરમાં ચિંતાની વાત છે. મહત્વનું છે કે, સ્ટાલિન પોતાની પાર્ટી દ્વવિડ મુનેત્ર કડગમ એટલે કે ડીએમકેના અધ્યક્ષ પણ છે. 

સીઆઈએસએફના જવાન પર આરોપ 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગોવાના ડાબોલિન એરપોર્ટ પર મહિલાનું ચેકિંગ થઈ રહ્યું હતું. તેને હિન્દીમાં ટ્રે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે મહિલાએ કહ્યું કે, તેને હિન્દી આવડતું નથી. ત્યારે જવાન ગુસ્સે ભરાયો હતો અને પછી અપમાન કર્યુ હતુ. 

હિન્દી શીખવા કહ્યું
આ દરમિયાન જવાને મહિલાને એવું પણ કહ્યું કે, તામિલાનાડુ ભારતમાં છે. જેથી દરેક લોકોએ હિન્દી શીખવી જોઈએ. એ સમયે મહિલાએ પણ હિન્દીને રાષ્ટ્રીય ભાષા માનવાનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ, એવું પણ કહેવાય છે કે, જવાને માત્ર મહિલાને એક સલાહ આપી હતી, અપમાન નહોતુ કર્યું.