કેનેડામાં બેઠા બેઠા રાજસ્થાનમાં કરણી સેના પ્રમુખની હત્યાનું કાવતરુ આખરે કેવી રીતે રચાયું?

Rajasthan Murder Case: પોલીસના જણાવ્યા મુજબ, ગોગામેડીની હત્યાકાંડના ષડયંત્રકારીઓમાંના એક રામવીરે હત્યા પહેલાં જયપુરમાં પોતાના દોસ્ત આર્મી મેનની મદદ માટે હત્યાને અંજામ આપવા તૈયારીઓ કરી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યામાં ખુલાસો
  • કેનેડામાં બેઠેલાં ગેંગસ્ટરે હત્યાનું આખુ પ્લાનિંગ કર્યુ
  • હત્યાના ચોંકાવનારા સીસીટીવી પણ આવ્યા હતા સામે

Gogamedi Murder Case: રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યાનું કાવતરું કેનેડામાં બેઠેલાં ગેંગસ્ટરે રચ્યુ હતુ. જેને રાજસ્થાનમાં અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે રાજસ્થાન પોલીસની સાથે મળીને સંયુક્ત અભિયાન હેઠળ કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા આરોપમાં ચંદીગઢથી ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં બે હુમલાખોરો પણ સામેલ છે. હવે આ મામલે મોટા અને ચોંકાવનારા ખુલાસા થશે. 

સામે આવ્યા હતા સીસીટીવી 
ગોગામેડીની હત્યા જયપુરમાં તેમના ઘરે બેઠકરુમમાં કરવામાં આવી હતી. તેમને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે ખરેખરમાં હચમચાવી દે એવા છે. પાંચ ડિસેમ્બરના રોજ જયપુરમાં આ ઘટના બની હતી. સીસીટીવીમાં દેખાયક છે કે, હુમલાખોરો ગોગામેડી પર ત્રણેક જેટલી ગોળીઓ ચલાવે છે. 

પાંચ લાખનું ઈનામ 
પોલીસે આ કેસમાં ગોળીઓ ચલાવનારા બંને આરોપીઓની ઓળખ કરી લીધી હતી. આરોપીઓની સૂચના આપનારા માટે પાંચ લાખ રુપિયા ઈનામની જાહેરાત પણ કરી હતી. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન પોલીસ સાથે મળીને ચંદીગઢમાથી બને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓના એક સહયોગીને પણ ઝડપી પાડ્યો છે. 

ક્યાં રચાયુ હત્યાનું કાવતરું?
સૂત્રોનુ માનીએ તો ગોગામેડીની હત્યાનું કાવતરું રચનાર માસ્ટરમાઈન્ડ રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા હતો. એના વિશે એવી શંકા છે કે તે કેનેડામાં રહે છે. ગોલ્ડી બારડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તેનું કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, રોહિત ગોદારાએ ગોગામેડીને મારવાનું કામ અને એક શૂટરને રાખવાની જવાબદારી વીરેન્દ્ર ચરણને સોંપી હતી.