બિરયાનીના વિવાદમાં પત્નીએ જીવન ટૂંકાવ્યું, પોલીસે કરી આરોપી પતિની ધરપકડ

ઇન્સ્પેક્ટર જી વેંકટેશ્વરુલુએ જણાવ્યું હતું કે, 'અર્શિયાએ પોતાને ફાંસી આપતાં વિડીયો અચાનક સમાપ્ત થઈ ગયો.'

Share:

હાઈલાઇટ્સ

  • રસૂલે અર્શિયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હોવાનો તપાસમાં ખુલાસો
  • અર્શિયાના સેલ ફોનમાંથી આરોપીએ રેકોર્ડ કરેલો વિડીયો પણ મળી આવ્યો

હૈદરાબાદ: આસિફ નગર પોલીસે બીજી પત્ની અર્શિયા બેગમ (23)ની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સુથાર એસકે રસૂલ (25)ની ધરપકડ કરી છે. પોલીસે શરૂઆતમાં શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો હતો પરંતુ બાદમાં રસૂલે અર્શિયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. અર્શિયાના સેલ ફોનમાંથી આરોપીએ રેકોર્ડ કરેલો વિડીયો પણ મળી આવ્યો હતો.

બિરયાનીના વિવાદમાં પત્નીની આત્મહત્યા

11 ડિસેમ્બરની રાત્રે અર્શિયાએ રસૂલને બિરયાની ખરીદવાનું કહ્યું અને તે ઈચ્છતો હતો કે તે ઘરે ભોજન રાંધે ત્યાર બાદ દંપતી વચ્ચે ઝઘડો થયો. જેનાથી કંટાળીને અર્શિયાએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને ફાંસો ખાધો હતો. જો કે રસૂલે તેને કહ્યું હતું કે તે તેની પ્રથમ પત્ની સાથે જશે અને તેની સાથે રહેશે તેવું આસિફ નગર પોલીસે જણાવ્યું હતું. ઇન્સ્પેક્ટર જી વેંકટેશ્વરુલુએ જણાવ્યું હતું કે, 'અર્શિયાએ પોતાને ફાંસી આપતાં વિડીયો અચાનક સમાપ્ત થઈ ગયો.'

પુરાવાના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી

અર્શિયાને 12 ડિસેમ્બરે નામપલ્લી વિસ્તારની હોસ્પિટલમાં અને પછી OGHમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા અર્શિયાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી અને પુરાવાના આધારે રસુલની ધરપકડ કરીને પોલીસે તેને કોર્ટમાં રજુ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.