IAS ઓફિસરની 'ઔકાત'વાળી ટિપ્પણીનો વિવાદ વકર્યો, પછી કલેક્ટરે કરી સ્પષ્ટતા

ડ્રાઈવરોને સમજાવવા માટે એક મીટિંગ બોલવવામાં આવી હતી અને એ સમયે કલેક્ટર ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ કહ્યું કે, તારી કોઈ ઔકાત નથી.

Share:

હાઈલાઇટ્સ

  • કલેક્ટરે મીટિંગમાં ડ્રાઈવરને કહ્યું હતું, તારી ઔકાત નથી
  • એ પછી ડ્રાઈવરે પણ ગુસ્સો ઠાલવ્યો અને પોતાની વાત કરી
  • આખરે આ મુદ્દો વણસ્યો હતો અને પછી કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી

શાજાપુરઃ કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન માટેના નવા કાયદાના વિરોધમાં મધ્ય પ્રદેશના શાજાપુરમાં ડ્રાઈવર એસોસિએશને ઉગ્ર વિરોધ કર્યો હતો. ડ્રાઈવરોએ ચક્કાજામ કરી દીધુ હતુ. આ મુદ્દે મંગળવારે કલેક્ટર કિશોર કન્યાલે ડ્રાઈવરો સાથે બેઠક કરી હતી. તેઓએ કહ્યું કે, કોઈ કાયદો હાથમાં લેશે નહીં. આ દરમિયાન એક ડ્રાઈવર બોલી પડ્યો, સારી રીતે બોલો. ત્યારે કલેક્ટર ઉશ્કેરાયા હતા અને કહ્યું કે, આમાં ખોટુ શું છે. સમજી શું રહ્યો છું. શું કરીશ તું. તારી ઔકાત શું છે. 

ઔકાતનો જવાબ
એ પછી ડ્રાઈવરે કહ્યું કે, અમારી કોઈ ઔકાત નથી એ જ વાતની તો લડાઈ છે. ત્યારે કલેક્ટરે કહ્યું કે, લડાઈ આ રીતે ન હોવી જોઈએ. કોઈ પણ કાયદો પોતાના હાથમાં નહીં લે. તમારી તમામ રજૂઆતો સાંભળવા માટે તમને અહીં બોલાવવામાં આવ્યા છે. જો કે, કલેક્ટર નારાજ થતા થોડીવાર માટે મીટિંગમાં સન્નાટો છવાઈ ગયો હતો. એ પછી ડ્રાઈવરે માફી માગી હતી. ડ્રાઈવરોને એવું પણ કહેવામાં આવ્યું કે, શાંતિથી તમારુ આંદોલન કરો અને વાતન રજૂઆત કરો. 

કલેક્ટરની સ્પષ્ટતા
કલેક્ટર કિશોર કન્યાલે કહ્યું કે, ડ્રાઈવરોને સલાહ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન એક ડ્રાઈવરે ખોટી રીતે વાત કરી હતી. જેને લઈ મારે તેને સમજાવવો પડ્યો હતો. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કેસમાં નવા કાયદા બાદ ડ્રાઈવરોએ આંદોલન કર્યુ હતુ. આખરે અંતે બેઠક બાદ સમાધાન થયું હતું. 

10 વર્ષની સજા કે 7 લાખનો દંડ 
ટ્રક ડ્રાઈવરો મોટર ચાલકો સાથે સંકળાયેલા હિટ એન્ડ રન કેસમાં નવા કાયદા બાદ ડ્રાઈવરોએ આંદોલન કર્યુ હતુ. નવા કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે, બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર અકસ્માતના કેસમાં જો પોલીસ તંત્રને જાણ ન કરી કે ભાગી ગયા તો એવા ડ્રાઈવરને 10 વર્ષની સજા કે પછી સાત લાખ રુપિયાનો દંડ થઈ શકે છે.