IIT-Bombayની 1998ની બેંચના વિદ્યાર્થીઓએ સંસ્થાને ડોનેટ કર્યા રુ.57 કરોડ

IITBની 1998ની બેંચના વિદ્યાર્થીઓએ પોતાની સંસ્થાને એક મોટી ગિફ્ટ આપી છે. તેઓએ પોતાની સંસ્થાને રુપિયા 57 કરોડનું દાન આપ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • 1998ની બેંચના વિદ્યાર્થીઓએ કર્યુ 57 કરોડનું દાન
  • 1917ની બેંચે રુપિયા 41 કરોડ આપ્યા હતા
  • 200 વિદ્યાર્થીઓએ ભેગા થઈને સંસ્થાની કરી મદદ

મુંબઈઃ આઈઆઈટી બોમ્બેને કરોડો રુપિયાનું દાન મળ્યુ છે. આ દાન કોઈ મોટી કંપની કે સંગઠન કે બિઝનેસ મેન દ્વારા નથી મળ્યું. પરંતુ સંસ્થાની 1998ની બેંચના વિદ્યાર્થીઓ દ્વારા મળ્યું છે. પૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાને રુપિયા 57 કરોડનું દાન આપ્યું છે. જો કે, આ વિદ્યાર્થીઓ આપવામાં આવેલા દાને એક મોટો રેકોર્ડ પણ તોડ્યો છે. 1971ની બેંચના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા દાનનો રેકોર્ડ 1998ની બેંચના વિદ્યાર્થીઓ દ્વારા તોડવામાં આવ્યો છે. 1971ની બેંચે 41 કરોડ રુપિયાનું દાન આપ્યું હતું. 

200 પણ વધુ વિદ્યાર્થીઓ
મહત્વનું છે કે,આ બેંચના 200થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા મળીને રુપિયા 57 કરોડનું આ દાન આપવામાં આવ્યું છે. જેમાં વેક્ટર કંપનીના માલિક અનુપમ બેનર્જી, એઆઈ રિસર્ચના દિલીપ જ્યોર્જ, ગૂગલ ડીપમાઈન્ડ, ગ્રેટ લર્નિંગના સીઈઓ મોહન લહકમરાજુ, ફોલોસ્પાક એસીવી મનુ વર્મા, સિલીકોન વેલીના ઉદ્યમી સુંદર અય્યર, ઈન્ડોવેસ્ટના સંસ્થાપક અને સીઈઓ સંદીપ જોશી વગેરે લોકો સામેલ છે. 

ડિરેક્ટરી કરી આ વાત 
તો આઈઆઈટીબીના ડિરેક્ટર સુભાશીષ ચૌધરીએ કહ્યું કે, 1998ની બેંચના વિદ્યાર્થીઓના યોગદાનથી સંસ્થાને આગળ વધવામાં મદદ મળશે. આટલું મોટુ યોગદાન દર્શાવે છે કે વિદ્યાર્થીઓને હજુ પણ પોતાની સંસ્થા સાથે અપાર પ્રેમ છે. તેમનું આ સમર્પણ સંસ્થા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. 

આ કામમાં થશે ઉપયોગ 
આઈઆઈટીબી હવે આ રુપિયાનો ઉપયોગ જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા, મદદ કરવા, હોસ્ટેલમાં જરુરી ફેરફાર, એઆઈ માઈક્રો ફેક્ટ્રી સહિત વૈજ્ઞાનિક અને ટેકનીકલ સુવિધાઓ ઊભી કરવા પાછળ વપરાશે. જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ આગળ વધે અને સફળ થાય.