Uttarkashi tunnel collapse: ઓગર મશીનમાં ખામી સર્જાતા બચાવ કામગીરી બંધ થઈ

રેસ્ક્યુ ઓપરેશનને 150 કલાકથી પણ વધુ સમય થયો

Courtesy: Image: Twitter

Share:

 

Uttarkashi tunnel collapse: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ધ્વસ્ત થયેલી હાઈવે ટનલ (Uttarkashi tunnel collapse)માં ફસાયેલા 40 કામદારો સુધી પહોંચવા માટે બચાવકર્તાઓએ ચોવીસ કલાક કામ કર્યું હતું અને અચાનક "ક્રેકીંગ સાઉન્ડ" સાંભળ્યા બાદ અને ડ્રિલિંગ મશીનમાં પણ ખામી સર્જાયા બાદ બચાવ કામગીરી અટકી પડી હતી. 

 

બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું છે કે, વિમાન દ્વારા બીજી ભારે ડ્રીલ દુર્ઘટના સ્થળ (Uttarkashi tunnel collapse) પર મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે ફરી બચાવ કાર્ય શરૂ થશે.

 

શુક્રવારે, અમેરિકન ઓગર મશીન અધવચ્ચે જ તૂટી જતાં બચાવ કામગીરીને મોટો આંચકો લાગ્યો હતો. મશીનના બેરિંગને નુકસાન થવાને કારણે તે આગળ વધી શક્યું ન હતું. 

 

લગભગ 25 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, મશીન નીચે કેટલીક ધાતુની વસ્તુ સાથે અથડાયું. આનાથી જોરદાર અવાજ આવ્યો. બપોરે 2:45 પછી બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે, રવિવારે ઉત્તરકાશી-યમુનોત્રી હાઈવે પાસે ભૂસ્ખલન (Uttarkashi tunnel collapse)ને કારણે 40 મજૂરો નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ 40 મજૂરો સુરક્ષિત છે અને તેમને ડ્રિલ્ડ સ્ટીલ પાઈપ દ્વારા ખોરાક અને પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. 

 

મશીનમાંથી અવાજો આવતાં બંધ કરાઈ કામગીરી

NHIDACLના ડાયરેક્ટર ડૉ.અંશુ મનીષ ખલકોએ જણાવ્યું હતું કે ટનલ (Uttarkashi tunnel collapse)ની અંદર મશીનના વાઈબ્રેશનને કારણે બચાવ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વધુ કાટમાળ ન પડે. મશીનને આરામ આપવામાં આવ્યો છે. જો કે તેમણે મશીનને નુકસાન થયું હોવાનું જણાવ્યું ન હતું, પરંતુ મશીન વાઈબ્રેટ થતું હોવાના કારણે જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

 

અકસ્માતના 5માં દિવસે ગુરુવારે અમેરિકન અર્થ ઓગર મશીન યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું. કાટમાળમાં ટનલ બનાવી અંદર સ્ટીલની પાઈપ નાખવામાં આવી રહી હતી. શુક્રવારે, છઠ્ઠા દિવસે, બચાવ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Uttarkashi tunnel collapseમાં 24 મીટર સુધી ડ્રિલિંગ બાદ બચાવ કાર્ય બંધ ગયું

સાંજ સુધીમાં, જ્યારે મશીન 24 મીટર સુધી ડ્રિલ કરી ચૂક્યું હતું, ત્યારે અચાનક તે વાઈબ્રેટ થવા લાગ્યું, જેના કારણે બચાવ કાર્ય બંધ થઈ ગયું. અધિકારીઓનું કહેવું છે કે મશીનમાં કોઈ ખામી નથી. ટનલમાં વાઇબ્રેશનના કારણે મશીન બંધ થઈ ગયું છે. આ ખામી વહેલી તકે દૂર થશે.

 

ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર આરસીએસ પંવારે કહ્યું કે, ટનલની નજીક એક અસ્થાયી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 એમ્બ્યુલન્સ સાથે ઘણી તબીબી ટીમો પણ સ્થળ પર તૈનાત છે. જેથી કામદારો જ્યારે બહાર આવે ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય.