આંતરરાષ્ટ્રીય લેવલ પર ભારતની મોટી જીતઃ કતારમાં 8 પૂર્વ સૈનિકોની ફાંસી પર રોક લગાવાઈ!

આ મામલે ભારત સરકારે કતરની કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સજા ઓછી કરી દિધી છે

Share:

હાઈલાઇટ્સ

  • કતારમાં થોડા સમય પહેલા ભારતીય નેવીના 8 જેટલા પૂર્વ સૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી
  • સુનાવણી દરમિયાન એમ્બેસેડર અને અધિકારી પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

કતારમાં થોડા સમય પહેલા ભારતીય નેવીના 8 જેટલા પૂર્વ સૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે આ મામલે આજે મોટી રાહત મળી છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલના પરિણામે 8 લોકોની મોતની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું , આ મામલે ભારત સરકારે કતરની કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સજા ઓછી કરી દિધી છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિસ્તૃત નિર્ણયની કોપીની રાહ જોવાઈ રહી છે. અમારી લીગલ ટીમ આવનારા સ્ટેપને લઈને આઠેય ભારતીયોના પરિવારોના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન એમ્બેસેડર અને અધિકારી પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, અમે 8 લોકોના પરિવારોની પડખે શરૂઆતથી જ ઉભા છીએ. આ કેસની સંવેદનશીલતાને જોતા અમે આના વિશે વધારે વાત કરીએ એ યોગ્ય નથી. અમે આ મામલે સતત કતાર પ્રશાસન સાથે સંપર્કમાં છીએ. 


કોણ છે આ 8 ભારતીય? 

ઈન્ડિયન નેવીના આ 8 પૂર્વ સૈનિકોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર તરીકે થઈ છે. 

આખરે તેમના પર શું આરોપ છે? 

કતારમાં આવેલી અલ દાહરા કંપનીમાં કામ કરનારા 8 ભારતીયો પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. જો કે, આ આરોપોને લઈને અધિકારીક રીતે કતાર દેશે કંઈજ કહ્યું નથી. 

Tags :