India Tour of South Africa: વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યો

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ મીડિયાને પણ આ સત્ર જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી

Share:

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી પારિવારિક કારણસર સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી સાઉથ આફ્રિકા પરત ફરે એવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે કોહલી 3-4 દિવસ પહેલાં ભારત આવવા નીકળી ગયો હતો અને આજે રાત સુધીમાં સાઉથ આફ્રિકા પહોંચી જાય એવી શક્યતા છે. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ હોવાની ખબરો વાઇરલ થઈ હતી.

દરમિયાન ઋતુરાજ ગાયકવાડ બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી બંને ખેલાડી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ ગાયકવાડ ઈજાના કારણે બહાર થઈ ગયા હોવાના અહેવાલ છે.

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ મીડિયાને પણ આ સત્ર જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. શુભમન ગિલે અંદરોઅંદર રમાયેલી મેચમાં સદી ફટકારીને સારી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. ત્રીજા નંબરે આવેલા ગિલે ત્રણ દિવસીય મેચના બીજા દિવસે સદી ફટકારી હતી. પ્રિટોરિયાના ટક્સ ઓવલ મેદાન પર મીડિયાને પણ બહાર રખાયું હતું. પ્રથમ ટેસ્ટના યજમાન સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કથી આ જગ્યા 45 મિનિટ દૂર છે.