ભારતીય સંવિધાન વેદો, ઉપનિષદો અને ગીતાજી પર આધારિતઃ આસામના CM નું નિવેદન

ભારતનું સંવિધાન એ લોકો દ્વારા લખવામાં આવ્યું કે જે લોકો વેદો, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ ગીતામાં વિશ્વાસ કરનારા હિંદુ હતા

Share:

હાઈલાઇટ્સ

  • દેશનું સંવિધાન વેદો, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદગીતાના આધાર પર લખવામાં આવ્યું હતું
  • ભારતનું સંવિધાન એ લોકો દ્વારા લખવામાં આવ્યું કે જે લોકો વેદો, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ ગીતામાં વિશ્વાસ કરનારા હિંદુ હતા

અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્મા એક નિવેદન આપતા જણાવ્યું છે કે, દેશનું સંવિધાન વેદો, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદગીતાના આધાર પર લખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વેદ, ઉપનિષદ અને ભગવદ ગીતા એ ભારતીય સંવિધાનનો આધાર છે. આ સંવિધાન ધર્મ નિરપેક્ષ છે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં તેમણે આ નિવેદન આપ્યું છે. 

સરમાએ કહ્યું કે, પાકિસ્તાનથી વિપરીત જેનું સંવિધાવન ઈસ્લામની ઈમારત પર બન્યું છે, જ્યારે ભારતનું સંવિધાન એ લોકો દ્વારા લખવામાં આવ્યું કે જે લોકો વેદો, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ ગીતામાં વિશ્વાસ કરનારા હિંદુ હતા. અસમ અને ભગવાન કૃષ્ણ વચ્ચે સદીઓ જૂના સંબંધ વિશે બોલતા સરમાએ કહ્યું કે, કૃષ્ણ આસામના જમાઈ હતા કારણ કે તેઓએ રૂક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા હતા. સરમાએ કહ્યું કે, પ્રાગજ્યોતિષપુરના રાજા ભગદત્તે કૌરવો માટે મહાભારતના મહાન યુદ્ધમાં લડાઈ લડી અને તેમની વિરતાનો ગીતાજીમાં ઉલ્લેખ પણ છે. 

તેમણે કહ્યું, “પાંડવ યોદ્ધા ભીમે આસામની હિરીમ્બા સાથે લગ્ન કર્યા અને તેમના લગ્નમાંથી ઘટોત્કચનો જન્મ થયો, એક મહાન યોદ્ધા જેણે કુરુક્ષેત્રના મહાન યુદ્ધમાં પાંડવોને ટેકો આપ્યો હતો. સરમાએ પાંડવ યોદ્ધા અર્જુનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમણે ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં લગ્ન કર્યા હતા. ભગવદ્ ગીતાના ઉપદેશોની વિસ્તૃત ચર્ચા કરતા સરમાએ જણાવ્યું હતું કે ટૂંકમાં તે સંપૂર્ણ મનુષ્ય કેવી રીતે બનવું અને ભગવાન સાથે કેવી રીતે રહેવું તે શીખવે છે. આશાવાદ દર્શાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે એક દિવસ એવો આવશે જ્યારે ભગવદ્ ગીતાને જીવન પધ્ધતિ બનાવ્યા પછી કોઈ હિન્દુ, કોઈ ખ્રિસ્તી અને કોઈ મુસ્લિમ નહીં રહે, જે તેમને સંપૂર્ણ માનવી બનવામાં મદદ કરશે.
 

Tags :