આઝાદ અને સ્વતંત્ર જીવન માટે IPSના પદેથી રાજીનામુ આપુ છુંઃ આનંદ મિશ્રા

આનંદ મિશ્રાની ગણતરી આસામના ખૂબ જ બહાદુર પોલીસ ઓફિસરમાં થાય છે. ભાજપના અનેક નેતાઓ સાથે તેમના સારા એવા સંબંધો છે. હવે તેઓ લોકસભાની ચૂંટણી લડે એવી ચર્ચા છે.

Share:

હાઈલાઇટ્સ

  • આઈપીએસ આનંદ મિશ્રાએ આસામ સરકારને સોંપ્યુ રાજીનામુ
  • બિહારની બક્સર સીટ પરથી તેઓ લોકસભા ચૂંટણી લડી શકે
  • આસામ મેઘાલય કેડરના 2011ની બેચના ઓફિસર છે

નવી દિલ્હીઃ આસામના ખૂબ જ બહાદુર અને હોંશિયાર IPS ઓફિસર આનંદ મિશ્રાએ બુધવારે રાજીનામુ આપી દીધુ છે. તેઓએ એવું કહ્યું કે, હવે તેઓ સામાજીક કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. મહત્વનું છે કે, મણિપુર હિંસા મામલે તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેઓએ પોતાનું રાજીનામુ આસામ સરકારના મુખ્ય સચિવને સોંપી દીધું છે. હાલ તેઓ આસામના લખીમપુર જિલ્લામાં એસપી તરીકે તૈનાત છે. રાજીનામામાં તેઓએ એવું કહ્યું છે કે, સામાજીક અને વ્યક્તિગત લક્ષ્યો માટે નોકરી છોડી રહ્યો છું. 

સરકારને સોંપ્યુ રાજીનામુ 
આનંદ મિશ્રાએ 16 જાન્યુઆરી 2024 સુધી પોતાનુ રાજીનામુ મંજૂર કરવા માટે આસામ સરકારને અપીલ કરી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બિહારના આરાના રહેવાસી આનંદ મિશ્રા બક્સર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ હાલ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબે કરી રહ્યા છે. આરા સીટ કેન્દ્રીય રાજ્ય મંત્રી આરપી સિંહની પાસે છે. 
 
હાલ રાજકારણમાં જોડાવાનો નથી 
આનંદ મિશ્રાએ કહ્યું કે, હાલ તો હું રાજકારણમાં ક્યાંય જોડાવાનો નથી. હું મારા માટે સમય કાઢવા માગુ છું. મને મારા પોતાના લોકો સાથે રહેવા માટે સમય મળ્યો નથી. હું અનેકવાર ત્યાં ગયો અને જોવા મળ્યું કે તેમના જીવનમાં ભાગ્યેજ કોઈ ફેરફાર થયો હોય. હું તેમના માટે કામ કરવા માગુ છું. મહત્વનું છે કે, આનંદ મિશ્રા જ્યારે ધુબરીમાં તૈનાત હતા ત્યારે સોશિયલ મીડિયા પર તેમનું ફેન ફોલોઈંગ લિસ્ટ લાંબુ હતું. તેમની ફિટનેસ અને ગિટાર વગાડવાની સ્ટાઈલના લોકો ફેન છે. 

બક્સર સીટ પરથી લડી શકે ચૂંટણી 
મહત્વનું છે કે, આનંદ મિશ્રા આસામ મેઘાલય કેડરના 2011ની બેચના ઓફિસર છે. સૂત્રોનું માનીએ તો, તેમની નજર બક્સર સીટ પર છે. તેઓ બ્રાહ્મણ છે અને ચોબે પણ પાર્ટીમાંથી ફરી ઉમેદવારી નોંધાવવા માટે જોતરાયા છે. બીજી તરફ, મિશ્રા પણ એક્ટિવ થઈ ગયા છે. તેઓ વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપી રહ્યા છે. જ્યારે તેઓ ધુબરીમાં હતા ત્યારે તેમની ફિટનેસ અને ગિટાર વગાડવાની સ્ટાઈલથી તેઓ ખૂબ જ ફેમસ થયા હતા.