શું આ દાઉદ ઈબ્રાહિમ છે જેને અમિતાભ બચ્ચન ભેટી રહ્યાં છે?

સોશિયલ મિડીયા પર જે ફોટો અત્યારે સખત ચર્ચાઈ રહ્યો છે તેમાં અમિતાભ બચ્ચનને ભેટી રહેલો વ્યક્તિ કોણ છે તેનું રહસ્ય હવે ખુલી ગયુ છે

Courtesy: DNA

Share:

હાઈલાઇટ્સ

  • અભિષેકે X ત્યારના twitter પર એવી સ્પષ્ટતા કરી હતી કે આ તસવરીમાં મારા પિતા સાથે જે વ્યક્તિ છે તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક શંકરરાઓ ચૈહાણ છે અને રાજીવ ગાંધી સી લીંકના એક કાર્યક્રમમાં આ તસવરી લેવામાં આવી હતી. આ તસવરી 2010માં લેવામાં આવી હતી

આ આખા અઠવાડિયા દરમિયાન ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની તંદુરસ્તીને લઈને આવેલા સમાચારમાં ગયું. અહેવાલો આવ્યા છે દાઉદ ખૂબ જ બિમાર છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે તો કેટલાક સમાચાર એવા આવ્યા કે તેને ઝેર આપવામાં આવ્યું છે. આ સમાચારો જ્યારે સમાચાર માધ્યમો અને સોશિયલ મિડીયા પર વાઈરલ થયા ત્યારે દાઉદ સાથે સંકળાયેલા લોકોનો પણ ઉલ્લેખ થયો અને તેમની તસવીરો પણ બહાર આવવા લાગી. આવી જ સંર્દભ સાથે એક તસવીર સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ અને તે હતી બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની જેમને એ તસવીરમાં દાઉદ ઈબ્રાહિમ જેવી દેખાતી વ્યક્તિ સાથે જોવામાં આવે છે.

હવે બચ્ચન સાથે તસવરીમાં જોવા મળતી આ વ્યક્તિ દાઉદ છે કે નહીં એ તો અમે તમને કહીએ જ છીએ પણ અત્રે એ ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહિમ1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટ અને ત્યાર બાદ થયેલા 12 ત્રાસવાદી હુમલા માટે જવાબદાર ગણવામાં આવે  છે જેમાં આશરે 257 લોકોએ પોતાની જાન ગુમાવી અને 1400 લોકો ઘાયલ થયા હતા.

આ તસવરી વાસ્તવિકતામાં ત્રણ વર્ષ પહેલાં વાઈરલ થઈ જ્યારે જયા બચ્ચને એ લોકોને જવાબ આપવા માટે આ તસવીર મુકી જે લોકો એવો આક્ષેપ કરતાં હતા કે ફિલ્મ ઉદ્યોગમે ડ્રગ માફિયાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે. જ્યારે લોકોએ તસવીરમાની વ્યકિત દાઉદ હોવાનું અનુમાન કરીને ફરીથી તેને ટ્રોલ કરી ત્યારે અમિતાભના પુત્ર અભિષેકે X ત્યારના twitter પર એવી સ્પષ્ટતા કરી હતી કે આ તસવરીમાં મારા પિતા સાથે જે વ્યક્તિ છે તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક શંકરરાઓ ચૈહાણ છે અને રાજીવ ગાંધી સી લીંકના એક કાર્યક્રમમાં આ તસવરી લેવામાં આવી હતી. આ તસવરી 2010માં લેવામાં આવી હતી.