ISRO નું મિશન એક્સપોસેટઃ વુમન એમ્પાવર્મેન્ટને ઈસરોએ આપ્યું પ્રાધાન્ય!

ઈસરોનું આ મિશન વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપે છે. આ મિશનની સંપૂર્ણ તૈયારી મહિલા વૈજ્ઞાનિકો દ્વારા જ કરવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હતું. અગાઉ 2021 માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું.
  • આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે તે એક્સ-રે સ્ત્રોતના રહસ્યો શોધવા અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં એક્સપોઝેટને મદદ કરશે.

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને વર્ષના પહેલા સ્પેસ  મિશનને લોન્ચ કરી દિધું છે. ઈસરોએ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઈટ મિશનને આજે સવારે લોન્ચ કર્યું. 2023 માં ચંદ્રયાન-3 મિશન દ્વારા ચંદ્ર પર પહોંચવા અને આદિત્ય એલ-1 મિશન દ્વારા સૂર્ય સુધીની સફરની શરૂઆત બાદ ઈસરોએ આ વર્ષે સ્પેસ સેક્ટરમાં પોતાનું પ્રથમ પગલુ આગળ વધાર્યું છે. 

આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હતું. અગાઉ 2021 માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું. તે મિશન પછી, આ વિશ્વમાં આ પ્રકારનું બીજું મિશન છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે. આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે તે એક્સ-રે સ્ત્રોતના રહસ્યો શોધવા અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં એક્સપોઝેટને મદદ કરશે.

આ મિશનને PSLV-C58 XPoSat મિશન નામ આપવામાં આવ્યું છે. આ ઉપગ્રહને માત્ર 21 મિનિટમાં રોકેટ પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV) C58 દ્વારા અવકાશમાં 650 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવશે. આ રોકેટનું આ 60મું મિશન છે. આ મિશનમાં એક્સોસેટની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.

ઈસરોએ માહિતી આપી છે કે એક્સપોઝેટ પાંચ વર્ષ સુધી કામ કરી શકે છે. એટલે કે વર્ષ 2028માં તેનો ઉપયોગ થઈ શકે છે. પ્રક્ષેપણ માટે 44.4 મીટર ઊંચું PSLV-DL પ્રકારનું રોકેટ બનાવવામાં આવ્યું છે. તેનું લિફ્ટ-ઓફ માસ 260 ટન હશે. તે સૌપ્રથમ પૃથ્વીથી 650 કિમીની ઊંચાઈ પર સ્થાપિત થશે, જેના માટે તેને 21 મિનિટનો સમય લાગશે.

ઈસરોનું આ મિશન વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપે છે. આ મિશનની સંપૂર્ણ તૈયારી મહિલા વૈજ્ઞાનિકો દ્વારા જ કરવામાં આવી છે. ઈસરોના ચીફે જણાવ્યું કે, આ મિશન સંપૂર્ણ રીતે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા જ ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

Tags :