Jagdeep Dhankhar: કોલોનિયલ કાયદાઓનો વારસો ગ્લોબલ સાઉથના દેશો માટે બોજ સમાન

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એશિયા, આફ્રિકા અને પેસિફિકના અંદાજે 70 દેશોની પ્રથમ પ્રાદેશિક પરિષદનું આયોજન

Courtesy: Twitter

Share:

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારના રોજ જણાવ્યું હતું કે, કાયદાકીય સહાયનો ઈનકાર કરવાથી નબળા લોકો માટે અસ્તિત્વ સંબંધી પડકારોનું સર્જન થાય છે પરંતુ સકારાત્મક પહેલ અને નીતિઓ નબળા વર્ગો સામે આવતી આવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. ધનખડે જણાવ્યું હતું કે, સંસદે કાયદાકીય સુધારાની યાત્રા શરૂ કરી દીધી છે. 

 

Jagdeep Dhankharનું કોલોનિયલ કાયદાઓ અંગે નિવેદન

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, કોલોનિયલ કાયદાઓનો વારસો ગ્લોબલ સાઉથના દેશોમાં નબળા વર્ગો માટે ખૂબ જ બોજક બની રહ્યો છે. આવા કાયદાઓને સ્થાનિક વસ્તીઓ માટે ખૂબ કઠોર, દમનકારી અને શોષણકારી ગણાવીને તેમણે કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથના દેશોએ ભારતના ઉદાહરણનું અનુસરણ કરવું જોઈએ અને જૂના કોલોનિયલ કાયદાઓની સમીક્ષા કરવા પર વિચારણા કરવી જોઈએ. આવા કાયદાઓ સ્થાનિક વસ્તી માટે પૂર્વગ્રહો ધરાવે છે. 


નવી દિલ્હી ખાતે કાર્યક્રમ

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નવી દિલ્હી ખાતે એશિયા, આફ્રિકા અને પેસિફિકના અંદાજે 70 દેશોની પ્રથમ પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથમાં ન્યાયની એક્સેસને વધુ મજબૂત બનાવવાનો હતો. 

ઈન્ટરનેશનલ લીગલ ફાઉન્ડેશન, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનિસેફ દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત જૂના કાયદાઓની સમીક્ષા કરવાની પ્રક્રિયા અંતર્ગત છે. આ સાથે જ તેમણે એવું સૂચન પણ આપ્યું હતું કે, ગ્લોબલ સાઉથના દેશો આ ક્ષેત્રે ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઝીણવટથી અભ્યાસ કરે અને તેને યોગ્ય રીતે અનુકૂલિત કરીને પોતાના દેશમાં લાગુ કરે તે તેમના માટે સારૂં રહેશે. 

વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના વસુધૈવ કુટુંબકમના લોકાચારને હવે જમીની વાસ્તવિકતામાં બદલી દેવાયો છે. આ સાથે જ તેમણે ભાર આપીને કહ્યું હતું કે, ગ્લોબલ સાઉથનો ઉદય વિશ્વ માટે સૌથી મોટી સ્થિર શક્તિનું ગઠન કરશે અને તે વિશ્વના વિકાસ પથને જન્મ આપશે. 

 

કોલોનિયલ ઉત્પીડન અને પીડાનો સંયુક્ત ઈતિહાસ

પોતાના સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જે રીતે ગ્લોબલ સાઉથ એક ઉજ્જવલ ભવિષ્ય તરફ પોતાની યાત્રા શરૂ કરી રહ્યું છે, પોતાના કોલોનિયલ અતીતની બેડીઓ છોડવાનું અને અન્યાય, અસમાનતાને કાયમ રાખતી ઐતિહાસિક ભૂલોને પલટવા માટે મળીને પ્રયત્ન કરવો અનિવાર્ય બની ગયો છે. તે એક સામાન્ય જોખમ છે. 

વધુમાં જણાવ્યું હતું કે, ભારત જૂના કાયદાઓની સમીક્ષા કરી રહ્યું છે જે દૃષ્ટિકોણમાં વ્યાપક ફેરફાર લાવશે અને એવી શોષણકારી જોગવાઈઓને સંપૂર્ણપણે અટકાવશે, કાબૂ કરશે અને નષ્ટ કરી દેશે. કોલોનિયલ ઉત્પીડન અને પીડાના સંયુક્ત ઈતિહાસનો ઉલ્લેખ કરીને ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે આપણું ગ્લોબલ સાઉથના દેશો સાથે સાંસ્કૃતિક અને વિભિન્ન પ્રકારનું ગાઢ ભાવનાત્મક જોડાણ છે.