ગર્લફ્રેન્ડે બનાવ્યો નવો બોયફ્રેન્ડ... ઉશ્કેરાયેલા એક્સ BFએ લીધો 'લોહિયાળ બદલો'

પોલીસ પૂછપરછ દરમિયાન મંગેશે જણાવ્યું કે નીમચ (મધ્યપ્રદેશ)ની રહેવાસી ઉમા સુથાર પહેલા તેની ગર્લફ્રેન્ડ હતી. છ મહિના પહેલા તેણીએ મંગેશને છોડી દીધો હતો અને રાજકુમાર ઝાઝરીયાની મિત્ર બની હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મંગેશ અરોરા અને રાજકુમાર ઝાઝરિયા મિત્રો હતા પરંતુ ઉમાએ તેનો બોયફ્રેન્ડ બદલી નાખ્યો હતો તેના કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બે દિવસ પહેલા એક યુવતીને કારથી કચડી નાખવાના કેસના આરોપી મંગેશ અરોરાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જયપુરમાં એક છોકરીને કાર દ્વારા કચડી નાખવાનો સનસનાટીભર્યો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી મંગેશ અરોરાની ધરપકડ કરી હતી. મંગેશે જે યુવતીની હત્યા કરી તે તેની પ્રેમિકા હતી. ઉમા સુથાર અને મંગેશ વચ્ચે જુનો સંબંધ હતો. દરમિયાન ઉમાએ રાજકુમારને પોતાનો બોયફ્રેન્ડ બનાવી લીધો. જેના કારણે એક્સ BF બનેલા મંગેશે લોહિયાળ બદલો લીધો અને પોતાની કાર વડે બંનેને ઉડાવી દીધા. આ ઘટનામાં ઉમાનું કમકમાટીભર્યું મોત થયું છે.

મંગેશ અરોરા સોમવારે રાત્રે 11 વાગે પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે એવરગ્રીન વિશ હોટલ પહોંચ્યો હતો. રાજકુમાર અને ઉમા પહેલેથી જ ત્યાં બેઠાં હતાં. હોટલની છત પર રાજકુમાર દ્વારા એક રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહી હતી. રાજકુમાર અને ઉમાને એકસાથે જોઈને મંગેશે વાંધાજનક ટિપ્પણી કરવાનું શરૂ કર્યું જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. બાદમાં મંગેશ તેની નવી ગર્લફ્રેન્ડ સાથે અન્ય હોટલમાં ગયો હતો.

મધરાત પછી, લગભગ 2:30, મંગેશ તેની ગર્લફ્રેન્ડ અને અન્ય મિત્ર ગૌરવ સાથે એવરગ્રીન વિશ હોટેલમાં પાછો ફર્યો. ત્રણેયે રાત્રે દારૂ પીધો હતો. આ દરમિયાન ફરી મંગેશ અને રાજકુમાર વચ્ચે ઝઘડો થયો હતો. મંગેશના કહેવા પ્રમાણે રાજકુમારે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સવારે લગભગ 5 વાગ્યે, રાજકુમાર અને ઉમાએ એક કેબ ભાડે કરી અને હોટેલ છોડવા લાગ્યા. હોટલની બહાર કેબની રાહ જોતા હતા ત્યારે મંગેશ અને રાજકુમાર વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ગુસ્સે થઈને, મંગેશ કેબમાં તોડફોડ કરી અને રાજકુમારને બેઝબોલ ડંડા વડે મારવાનો પ્રયાસ કર્યો.

મંગેશે પોલીસને જણાવ્યું કે ઝઘડા પછી તે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં બેસીને જવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર મિત્ર ગૌરવે કહ્યું કે, ગાળો ખાઈને જાય છે, નપુંસક છે કે શું? ગૌરવની ઉશ્કેરણી પર મંગેશ ગુસ્સે થઈ ગયો અને કાર પાછી લઈ ગયો અને પછી ઝડપથી હંકારી રાજકુમાર અને ઉમાને ટક્કર મારી હતી. રાજકુમાર કૂદીને દૂર પડી ગયો હતો જ્યારે ઉમા કાર નીચે કચડાઈ હતી. માથામાં ઈજા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થઈ ગયું.

ઉમાની હત્યા બાદ મંગેશ ડરી ગયો હતો. તે તરત જ તેના ફ્લેટ પર ગયો અને થોડા રૂપિયા લઈને તેના મિત્ર જીતેન્દ્રના ફ્લેટ પર જતો રહ્યો. ત્યાં પાર્કિંગમાં કાર પાર્ક કરી અને તેની સાથે જિતેન્દ્રની કારમાં અજમેર જવા રવાના થયો. અજમેર પહોંચતા જ જિતેન્દ્રએ તેને સપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો તેથી બંને જયપુર પાછા આવી ગયા. મંગળવારે સાંજે મંગેશે ટેક્સી ભાડે કરી અને જયપુરથી તેના ગામ એલેનાબાદ, હરિયાણા જવા નીકળ્યો.

પોલીસે મંગેશની ધરપકડ કરવા પરિવાર, સંબંધીઓ અને પરિચિતોના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યારે ધરપકડ માટે દબાણ ઊભું થયું, ત્યારે મંગેશના પિતા હરભગવાને તેમના પુત્ર મંગેશને ફોન કરીને જયપુરમાં રહેવા કહ્યું. પિતાએ તેને સમજાવ્યો કે તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. મંગેશના પિતા હરભગવાન બુધવારે સવારે જયપુર પહોંચ્યા હતા. સવારે લગભગ 11 વાગે હરભજન મંગેશ સાથે માલવિયા નગર એસીપી સંજય શર્માની ઓફિસે પહોંચ્યા અને સરેન્ડર કર્યું, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.