સ્મૃતિ ઈરાની બાદ Paid Menstrual Leave પર કંગના રનૌતનું નિવેદન

મહિલાઓ સદીઓથી કામ કરતી આવી છે અને ક્યારેય પોતાની જવાબદારીમાંથી મહિલાઓએ પીછેહટ નથી કરી.

Share:

હાઈલાઇટ્સ

  • આ મહિલાઓના જીવનનો એક ભાગ છે અને આપણે આને દિવ્યાંગતાની જેમ ન જોવું જોઈએ.
  • કંગનાએ કહ્યું કે, મહિલાઓ સદીઓથી પોતાની જવાબદારીઓ નિભાવતી આવી છે.

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ પિરીયડ પેઈડ લીવ પર જે નિવેદન આપ્યું તેના કારણે તેઓ લાઈમ લાઈટમાં આવી ગયા છે. સ્મૃતિ ઈરાનીએ પીરિયડ પેઈડ લીવ પર કહ્યું હતું કે, પીરિયડ્સ એ કોઈ બાધારૂપ નથી. આના માટે મહિલાઓએ પેઈડ લીવ લેવાની કોઈ જરૂર નથી. આ મામલે હવે કંગના રનૌતે ખુલીને સ્મૃતિ ઈરાનીનું સમર્થન કર્યું છે. 


મહિલાઓને પેઈડ પિરીયડ લિવ એટલે કે માસિક ધર્મ દરમિયાન રજા મળવી જોઈએ કે નહી? આ મામલે સંસદમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો. અને આ મામલે સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું હતું કે, આ મહિલાઓના જીવનનો એક ભાગ છે અને આપણે આને દિવ્યાંગતાની જેમ ન જોવું જોઈએ. જો મહિલાઓને પીરિયડ દરમિયાન રજા આપવામાં આવી તો તેમના પ્રત્યે ભેદભાવને વેગ મળશે. 


કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્મૃતિ ઈરાનીના નિવેદનનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે જ કંગનાએ કહ્યું કે, મહિલાઓ સદીઓથી કામ કરતી આવી છે અને ક્યારેય પોતાની જવાબદારીમાંથી મહિલાઓએ પીછેહટ નથી કરી. આવામાં વર્કિંગ વુમનના નામે પિરીયડ્સને લઈને પેઈડ લીવની વાતનો કોઈ મતલબ નથી. કંગનાએ કહ્યું કે, મહિલાઓ સદીઓથી પોતાની જવાબદારીઓ નિભાવતી આવી છે. ઘરમાં કામ કરવાથી લઈને ઘર-પરિવાર અને બાળકોના ઉછેર સુધીના કામો મહિલાઓએ કોઈપણ પ્રકારના ખચકાટ વગર કર્યા છે. આ દરમિયાન પરિવાર, સમાજ અથવા દેશ પ્રત્યે તેમની જવાબદારીઓમાં કોઈ કમી આવી નથી.