મહિલાનો આરોપઃ કેસરીયો ઘૂંઘટ પહેરવા પર પરિવાર અને સમાજના લોકોએ મને ત્રાસ આપ્યો!

મૂલગંજ ક્ષેત્રની પીડિતાએ 23 ડિસેમ્બરના રોજ ભગવો દુપટ્ટો પહેરીને મુખ્યમંત્રીને પોતાની પરેશાની જણાવી હતી.

Share:

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મુસ્લિમ મહિલાનું કહેવું છે કે, તે નકાબ પર કેસરી રંગનો સ્ટોલ પહેરે છે તો તેના પરિવાર અને સંપ્રદાયના લોકો પરેશાન અને અપમાનિત કરે છે. 

માથા પર ભગવા રંગનો દુપટ્ટો લપેટીને પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું ઉત્પીડન અને સંપત્તિ વિવાદની ચિંતાને લઈને મુખ્યમંત્રીને મળવા આવી હતી. કેટલાય લોકોએ મને કહ્યું કે, હું જ્યારે એક હિંદુ છું અને એટલે જ શરિયા કાનૂન અનુસાર હું કોઈપણ સહાયતાને લાયક નથી. 

મૂલગંજ ક્ષેત્રની પીડિતાએ 23 ડિસેમ્બરના રોજ ભગવો દુપટ્ટો પહેરીને મુખ્યમંત્રીને પોતાની પરેશાની જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, સંપત્તિ વિવાદને લઈને તેના ભાઈ તેને ઘરમાંથી કાઢી મૂકતા હતા. 

મહિલાએ અધિકારીઓને આ મામલે જાણકારી આપી હતી. પછી મહિલાએ CM યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી અને બાદમાં પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રી સાથે ફોટો વાયરલ થવાથી તેના માટે મુસીબત ઉભી થઈ હતી. તેના ભાઈઓએ તેને ભોજન આપવાનું બંધ કરી દિધું. એટલું જ નહીં પરંતુ તેમણે શિયાળામાં તેના બધાજ ગરમ કપડા અને અન્ય સામાન લઈ લીધો. આટલી શિયાળામાં તેને દુપટ્ટા સાથે જ કાઢી મૂકવામાં આવી. 

મહિલાએ કહ્યું કે, ભગવા રંગની સ્ટોલ પહેરી તો મારી મજાક ઉડાવવામાં આવી હતી. ભાઈઓએ તેની સાથે મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકી અને અત્યારે તે તેની માતા પાસે રહે છે. શહેરના મૌલવી અબ્દુલ કુદ્દૂસ હાજીએ શરૂઆતમાં મહિલાની મદદ કરવાનો વાયદો કર્યો હતો.
 

Tags :