કર્ણાટકમાં હિજાબ પર લાગેલો પ્રતિબંધ હટાવાશેઃ CM સિદ્ધારમૈયાએ આપ્યો આદેશ!

રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પર લાગેલા બેનને હટાવવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, દરેકને પોતાની પસંદના કપડા પહેરવાનો અધિકાર છે. 

Share:

હાઈલાઇટ્સ

  • CM એ જણાવ્યું કે, પોતાની પસંદના કપડા પહેરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે
  • કર્ણાટકની તત્કાલીન બસવરાજ બોમ્મઈ સરકારે શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાના આદેશો આપ્યા હતા. 

કર્ણાટકની કોંગ્રેસ સરકાર હવે હિજાબ પર લાગેલા પ્રતિબંધો હટાવવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પર લાગેલા બેનને હટાવવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, દરેકને પોતાની પસંદના કપડા પહેરવાનો અધિકાર છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પર લાગેલા બેનને હટાવવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે. CM એ જણાવ્યું કે, પોતાની પસંદના કપડા પહેરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. મેં હિજાબ પર લાગેલા બેનને હટાવવાના આદેશો આપી દિધા છે. પીએમ મોદીનો સબકા સાથ સબકા વિકાસનો નારો ખોટો છે. ભાજપ પરિધાન અને જાતીના આધાર પર લોકો અને સમાજમાં ભાગલા પાડી રહી છે. 

આ વર્ષે ઓક્ટોબરમાં રાજ્ય સરકારે પરિક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે, રાજ્યમાં હિજાબ પર લાગેલા બેનને પૂર્ણતઃ હટાવવામાં આવે તેવી શક્યતાઓ છે. 

ફેબ્રુઆરી 2022 માં કર્ણાટકમાં ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. બાદમાં એક-એક કરીને કેટલીય શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બાદમાં કર્ણાટકની તત્કાલીન બસવરાજ બોમ્મઈ સરકારે શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાના આદેશો આપ્યા હતા.