Karni Senaના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે ધોળા દિવસે કેટલાક બદમાશોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા
  • બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા, CCTV વિડીયો વાયરલ

જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શ્યામનગરમાં સ્કૂટી પર આવેલા બદમાશો સુખદેવ સિંહ પર ધોળા દિવસે જ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો.

પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો

સુખવીર સિંહ ગોગામેડી પર ફાયરિંગની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સુખવીર સિંહ ગોગામેડીની તેમના ઘર પાસે જ હત્યા કરવામાં આવી હતી. જયપુરમાં રહેતા સુખવીર સિંહના ઘર પાસે ચાર અજાણ્યા બદમાશો હથિયાર લઈને આવ્યા હતા.

CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

મીડિયા રિપોર્ટ અનુસાર બદમાશોએ ગનમેન નરેન્દ્રને પણ ગોળી મારી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ સીસીટીવીની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટના શ્યામનગરમાં દાના પાણી રેસ્ટોરન્ટની પાછળ બની હતી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ વિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ અગાઉ ધમકી આપી હતી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામે અલગ સંગઠન બનાવ્યું

સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી ક્યાં વાગી અને કોણે ગોળી ચલાવી તે હજુ સુધી બહાર આવ્યું નથી. સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ હતા. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.