Uttarakhand tunnel rescue operation: 41 મજૂરોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ વિશે જાણો

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Uttarakhand tunnel rescue operation: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા-ડંડાલગાવ ટનલમાં થયેલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરો 17 દિવસથી ફસાયેલા હતા. તેમને બહાર કાઢવા માટેના રેસ્ક્યુ ઓપરેશન (Uttarakhand tunnel rescue operation)નો સુખદ અંત આવ્યો છે. 

 

ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમની મદદથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

 

સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ (Uttarakhand tunnel rescue operation) કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ માટે ઈન્ટરનૅશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સની મદદ લેવામાં આવી હતી. આર્નોલ્ડ ડિક્સ જિનીવા સ્થિત ઈન્ટરનૅશનલ ટનલિંગ ઍન્ડ અન્ડરગ્રાઉન્ડ સ્પેસ અસોસિએશનના હેડ છે.

 

ગઈકાલે દિવસની શરૂઆતમાં જ ગુડ ન્યુઝના સંકેત આપતાં આ ઑસ્ટ્રેલિયન એક્સપર્ટે કહ્યું હતું કે તેઓ ફીલ ગુડ મોડમાં છે. તેમણે કહ્યું હતું કે, "આ પહાડે આપણને એક વસ્તુ શીખવી છે કે નમ્ર રહેવું જોઈએ. હું સારું ફીલ કરું છું. મેં અહીં આ પહેલાં ક્યારેય એ કહ્યું નથી."

 

આર્નોલ્ડ ડિકસે ઈન્ટરનૅશનલ ટનલિંગ ઍન્ડ અન્ડરગ્રાઉન્ડ સ્પેસ અસોસિએશનના પ્રેસિડન્ટ હોવાની સાથે જિયોલૉજિસ્ટ, એન્જિનિયર અને લૉયર છે. તેમણે મેલબર્નની મૉનેશ યુનિવર્સિટીમાંથી સાયન્સ અને લૉમાં ડિગ્રી મેળવી છે. 

આર્નોલ્ડ ડિકસે પણ મજૂરોની સુરક્ષા માટે કરી પ્રાર્થના

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નૅશનલ હાઈવે પર અન્ડર કન્સ્ટ્રક્શન સિલ્ક્યારા ટનલનો એક ભાગ ધરાશાયી થતાં મજૂરો ફસાયા હતા. આ મજૂરોને બચાવવા (Uttarakhand tunnel rescue operation) માટે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ટનલ દુર્ઘટના ઈષ્ટ દેવતા ભગવાન બૌખ નાગ દેવતાની નારાજગીને કારણે થઈ હતી. 

 

લોકોના કહેવાથી ત્યાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું, જેના પછીથી બૌખ નાગ દેવતાના આશીર્વાદ મેળવીને જ રેસ્ક્યુ ઑપરેશન કરાયું હતું. આ રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા ઈન્ટરનૅશનલ ટનલિંગ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સે મજૂરોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.  

 

25 નવેમ્બરે 48 મીટર ડ્રિલિંગ કર્યા બાદ કાટમાળમાં સળિયા અને પથ્થરો સાથે અથડાવાને કારણે ઓગર મશીનને નુકસાન થયું હતું. આખરે તે તૂટી ગયું હતું. ત્યારબાદ મશીનના ભાગોને કાટમાળમાંથી બહાર કાઢવા (Uttarakhand tunnel rescue operation)માં ઘણો સમય લાગ્યો હતો. ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગમાં નિષ્ફળતા મળ્યા પછી વર્ટિકલ ડ્રિલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Uttarakhand tunnel rescue operation માટે રેટ માઈનર્સની મદદ લેવામાં આવી 

ટનલના મેન્યુઅલ ખોદકામ (Uttarakhand tunnel rescue operation) માટે 6 રેટ માઈનર્સની ટીમને સિલ્ક્યારા બોલાવવામાં આવી હતી. રેટ માઈનર્સ દ્વારા છેલ્લા 10 થી 12 મીટરના મેન્યુઅલ ડ્રિલીંગ પછી અંદર 800 મીમીના વ્યાસવાળા પાઈપ નાખવામાં આવ્યા હતા. જેના દ્વારા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.