રામ મંદિરથી ચમકશે UPની કિસ્મત! દર વર્ષે આ રીતે યોગી સરકારની તિજોરીમાં આવશે 25 હજાર કરોડ

રામ મંદિરના દ્વાર ખુલતા પહેલા જ કારોબારમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ચૂક્યો છે. CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન બજારો ખુલ્લા રહેશે.

Share:

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. દેશના ખૂણે ખૂણે રામ ભક્તિની લહેર દોડી રહી છે. રામ ભક્તિ માત્ર શ્રદ્ધા જ નથી, હવે અર્થતંત્ર સાથે પણ જોડાઈ ગઈ છે. રામનગરી અયોધ્યા માત્ર આસ્થા અને ધર્મનું કેન્દ્ર જ નહીં પરંતુ અર્થતંત્રનું નવું કેન્દ્ર પણ બની રહ્યું છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યાનું કલ્યાણ તો થશે જ પરંતુ ઉત્તર પ્રદેશ સરકારની આવકમાં પણ મોટો ફાયદો થશે. ચાલો જોઈએ કે રામ મંદિર અર્થતંત્રમાં કેવી મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યું છે.

અત્યાર સુધી 1 લાખ કરોડનો વેપાર
22 જાન્યુઆરીએ દેશભરમાં ભવ્ય કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેનો ફાયદો નાના-મોટા વેપારીઓને પણ થઈ રહ્યો છે. લોકો ધ્વજ, ફૂલો, પૂજા સામગ્રી, મીઠાઈઓ અને દીવાઓની મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. ટેન્ટ અને મીઠાઈઓનું બુકિંગ પણ અગાઉથી થઈ ગયું છે. ટ્રેડર્સ ઓર્ગેનાઈઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, દેશભરના વેપારીઓને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે. 22 જાન્યુઆરીને ખાસ બનાવવા માટે વેપારી સંગઠનોએ વ્યાપક તૈયારીઓ કરી છે.

રામ મંદિરના દ્વાર ખુલતા પહેલા જ કારોબારમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ચૂક્યો છે. CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન બજારો ખુલ્લા રહેશે. રાજધાની દિલ્હી સહિત દેશના તમામ બજારો ખુલ્લા રહેશે. ખંડેલવાલના જણાવ્યા અનુસાર આ રેકોર્ડ 22 જાન્યુઆરીએ બનશે. ઘરો, બજારો, મંદિરો અને અન્ય સ્થળોને સુશોભિત કરવા માટે ફૂલોની સૌથી વધુ માંગ છે. આ ઉપરાંત માટીના દીવા, મીઠાઈઓ અને રામ ધ્વજની ભારે માંગ છે. 

આ સિવાય રામ મંદિરના ફોટા સાથે છપાયેલા કુર્તા, કેપ, ટી-શર્ટ અને પટકાની ભારે માંગ છે. ઢોલ, તાશા, બેન્ડ, શહનાઈ, નફીરી માટે જોરદાર બુકિંગ છે. 22 જાન્યુઆરીએ દિલ્હી સહિત દેશભરના બજારોમાં 20 હજારથી વધુ કાર્યક્રમો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે બજારોમાં ખરીદી ચરમ પર છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ તહેવારને લઈને દેશમાં મોટા પાયે કારોબાર થઈ રહ્યો છે. ભગવાન રામ સાથે સંબંધિત સામાનનું ઘણું વેચાણ થયું છે, જેના કારણે અત્યાર સુધી દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થઈ ચૂક્યો છે.

ભરાશે યુપી સરકારનો ખજાનો
રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ અયોધ્યાનો વેપાર તેમજ ત્યાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. રામ મંદિરના નિર્માણથી માત્ર અયોધ્યાની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ સરકારની તિજોરીમાં પણ વધારો થશે. અયોધ્યામાં વેપાર અને પ્રવાસન વધવાને કારણે યુપી સરકારની આવકમાં વધારો થશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી નાણાકીય વર્ષ 2025માં ઉત્તર પ્રદેશ સકરાને 20,000 થી 25,000 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. SBIના સંશોધકોએ તેમના અહેવાલમાં આ વિશે વિગતવાર લખ્યું છે.

યુપી સરકારના બજેટ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં સરકારને ટેક્સ રેવેન્યૂ 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવું અનુમાન છે. રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર બનવાથી ઉત્તર પ્રદેશ આવનાર પર્યટકોની સંખ્યા અને પર્યટકો દ્વારા ખર્ચમાં વધારો થશે. વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશ આવનાર પર્યટકો દ્વારા કરવામાં આવેલા ખર્ચ અનુસાર બે ઘણું થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેંડિંગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવેલો ખર્ચ 4 લાખ કરોડ રૂપિયાથી વધારે હશે. જે વર્ષ 2022માં 2.2 લાખ કરોડ રૂપિયા હતી. આ આંકડા સ્થાનિક પ્રવાસીઓના છે. જો વિદેશી પ્રવાસીઓની વાત કરીએ તો વર્ષ 2022માં વિદેશી પ્રવાસીઓએ 10,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

Tags :