Election Results: રાજસ્થાન-MPમાં BJPનું વાવાઝોડું, છત્તીસગઢમાં કોંગ્રેસ સાથે કાંટાની ટક્કર

છત્તીસગઢના ટ્રેન્ડમાં ભાજપ 48 સીટો પર અને કોંગ્રેસ પાર્ટી 40 સીટો પર આગળ છે. જ્યારે રાજસ્થાનમાં ભાજપ 120 બેઠકો પર અને કોંગ્રેસ 66 બેઠકો પર આગળ છે. મધ્યપ્રદેશના ટ્રેન્ડમાં ભાજપ 160 સીટો પર અને કોંગ્રેસ પાર્ટી 67 સીટો પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી 65 સીટો પર અને BRS 46 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપ 2 સીટો પર આગળ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ટ્રેન્ડમાં ભાજપ 3-0થી આગળ, તેલંગાણામાં કોંગ્રેસનું જોરદાર પ્રદર્શન
  • રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે શરૂ કરી ઉજવણી

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં થયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ લીડ છે. છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તેલંગાણામાં કેસીઆરનું સિંહાસન હલી રહ્યું છે, કારણ કે ત્યાં કોંગ્રેસ સૌથી આગળ ચાલી રહી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો થોડા કલાકોમાં આવી જશે. પરિણામોને લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ

પાર્ટી ટ્રેન્ડ(199/199 બેઠક)
ભાજપ 120
કોંગ્રેસ 66
અન્ય 13

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ

પાર્ટી ટ્રેન્ડ (90/90 બેઠક)
ભાજપ 48
કોંગ્રેસ 40
અન્ય 02

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ

પાર્ટી ટ્રેન્ડ (119/119 બેઠક)
કોંગ્રેસ 65
BRS 46
અન્ય 06
ભાજપ 02

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ

પાર્ટી ટ્રેન્ડ (230/230)
ભાજપ 160
કોંગ્રેસ 67
અન્ય 03

છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવા માટે ભાજપે પણ પાર્ટી હેડક્વાર્ટરમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા પણ સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

આ પીએમ મોદીના કામનું પરિણામ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, 'હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે ભાજપને પ્રચંડ બહુમતી મળશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની જીત થશે. આ પીએમ મોદીએ કરેલા કામનું પરિણામ છે.

વિજય રથ એમપી-છત્તીસગઢ અને રાજસ્થાન આવશે

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની લીડ પર, પાર્ટીના નેતા જયવીર શેરગીલે કહ્યું, 'આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 3-0થી જીતશે. પાર્ટીનો 'વિજય રથ' મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવશે. જો આ વખતે નહીં તો આગામી વખતે તેલંગાણામાં ભાજપ રાજ્યમાં પોતાનો ઝંડો ફરકાવશે.

કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ શિફ્ટ કરવામાં આવશે?

જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા અને કર્ણાટક સરકારના મંત્રી રહીમ ખાનને હૈદરાબાદમાં તાજ કૃષ્ણની બહાર પાર્ક કરેલી બસો વિશે પૂછવામાં આવ્યું કે શું ધારાસભ્યોને બેંગલુરુ ખસેડવામાં આવશે, તો તેમણે કહ્યું, 'જો આવી સ્થિતિ ઊભી થશે તો પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લેશે.'

હૈદરાબાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉજવણી

શરૂઆતના વલણોમાં પાર્ટીને 47 બેઠકો પર લીડ મળ્યા બાદ હૈદરાબાદમાં તેલંગાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી; પાર્ટી કેડરોએ 'બાય, બાય કેસીઆર' ના નારા લગાવ્યા. ECI અનુસાર, પ્રારંભિક વલણોમાં BRS 26 સીટો પર આગળ છે.