Maharashtra: કૉલેજ પ્રિન્સિપાલે વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થિની માટે લખ્યું, 'હોટ ગર્લ', પાંચ મહિને થઈ બદલી

savitribai phule pune university: મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કોલેજના પ્રિન્સિપાલે વોટ્સએપ ગ્રુપમાં કથિત રીતે એક વિદ્યાર્થિની માટે આપત્તિજનક મેસેજ કર્યો હતો. પાંચ મહિના બાદ હવે તેની ટ્રાન્સફર થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રિન્સિપાલે વિદ્યાર્થિની માટે વાપર્યો આપત્તિજનક શબ્દ
  • હોટ ગર્લ લખીને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો
  • પાંચ મહિના બાદ આરોપી પ્રિન્સિપલની બદલી થઈ

અહમદનગરઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોલેજના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થિની માટે વોટ્સએપમાં હોટ ગર્લ શબ્દ વાપર્યો હતો. પ્રિન્સિપાલે વિદ્યાર્થિની માટે ચાલુ ગર્લ અને હોટ ગર્લ શબ્દ વાપર્યો હતો. આવા મેસેજ મળ્યા બાદ હાહાકાર મચી ગયો હતો. હવે પાંચ મહિના બાદ આરોપી પ્રિન્સિપલની બદલી કરી દેવામાં આવી છે. આ ઘટના અહમદનગર જિલ્લાના પારનેરમાં સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વવિદ્યાલયની છે. હવે આરોપી પ્રિન્સિપાલની બીજી કોલેજમાં બદલી કરી દેવામાં આવી છે. 

જૂનમાં બની હતી ઘટના 
જો કે, આ ઘટના ગયા જૂન મહિનામાં બની હતી. એ સમયે પ્રિન્સિપલે તેના મોબાઈલ નંબરથી વોટ્સએપ ગ્રુપમાં એક વિદ્યાર્થિની માટે આપત્તિજનક મેસેજ કર્યો હતો. આ ગ્રુપ વિદ્યાર્થિનીઓ માટે હતુ અને તેમાં પરીક્ષા સંબંધિત માહિતી શેર કરવાની હોય છે. એ જ સમયે પ્રિન્સિપલના નંબરથી આપત્તિજનક મેસેજ આવ્યો હતો.  

ગ્રુપમાં લખ્યું હોટ ગર્લ 
આરોપ છે કે, જ્યારે વિદ્યાર્થિની પોતાનું નામ અને અન્ય ડિટેઈલ ગ્રુપમાં નાખી રહી હતી. ત્યારે જ પ્રિન્સિપલનો આપત્તિજનક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં વિદ્યાર્થિની માટે ચાલુ ગર્લ અને હોટ ગર્લ એવા શબ્દો વાપરવામાં આવ્યા હતા. એ પછી પ્રિન્સિપાલના આ મેસેજનો સ્ક્રીનશોટ ખૂબ જ વાયરલ થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં લોકલ મીડિયાએ આ મુદ્દે સમાચાર પણ પ્રકાશિત કર્યા હતા. 

પોલીસે શું કહ્યું?  
મીડિયામાં રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય મહિલા આયોગે ઘટનાની સંજ્ઞાન લીધી હતી. આયોગે સપ્ટેમ્બરમાં વિશ્વવિદ્યાલયની સાથે સાથે પારનેર પોલીસ સ્ટેશનને પણ એક પત્ર મોકલ્યો હતો. આ મામલે એક રિપોર્ટ મોકલવા કહ્યું હતું. જો કે, પોલીસે કહ્યું કે, વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી નથી. એટલે રિપોર્ટ તૈયાર કરવાનો કે પછી મોકલાનો કોઈ આધાર નથી.