શિક્ષકે મહિલા ટીચર્સ સાથે બનાવ્યા શારીરિક સંબંધ, વિડીયો વાયરલ થતા ખુલી પોલ

વિડીયો જોતા લાગી રહ્યું છે કે, આને ચોરી-છૂપીથી નથી બનાવવામાં આવ્યા. એટલે કે વિડીયોમાં જે મહિલાઓ છે કે, એ આ પુરૂષ શિક્ષકના વિશ્વાસમાં આવી ગઈ હશે અને એમને કલ્પના પણ નહીં હોય કે, આ વિડીયોઝ પોર્ન સાઈટ પર અપલોડ થશે.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલા ટીચર સાથેના MMS કાંડનો પર્દાફાશ થયો
  • સ્કુલમાં શારીરિક સંબંધો પણ બાંધ્યા, ફરિયાદ થઈ

મહારાષ્ટ્રના બીડ જિલ્લાની એક મોટી શાળા એક શિક્ષકના અલગ-અલગ મહિલા ટીચર સાથેના MMS કાંડનો પર્દાફાશ થયો છે. આ વિડીયોની સંખ્યા એક-બે નહીં પણ ડઝનથી પણ વધારે છે. મહત્વની વાત એ છે કે, એક જ પુરૂષ શિક્ષકે અલગ-અલગ મહિલા ટીચર્સ સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા અને તેના વિડીયો પણ બનાવ્યા હતા. અત્યાર સુધી ત્રણ મહિલા ટીચર્સના વિડીયો સામે આવ્યા છે. 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વિડીયો જોતા લાગી રહ્યું છે કે, આને ચોરી-છૂપીથી નથી બનાવવામાં આવ્યા. એટલે કે વિડીયોમાં જે મહિલાઓ છે કે, એ આ પુરૂષ શિક્ષકના વિશ્વાસમાં આવી ગઈ હશે અને એમને કલ્પના પણ નહીં હોય કે, આ વિડીયોઝ પોર્ન સાઈટ પર અપલોડ થશે. પોર્ન સાઈટ પર આ વિડીયો અપલોડ થતા જ તરતજ વાયરલ થયા છે. ત્યારે આ મામલે સ્કુલના પ્રિન્સીપલને ખબર પડી તો, સૌથી પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. 

સ્કુલ ટીચર આમેર કાજી પર આરોપ છએ કે, વર્ષ 2012માં નોકરી લાગ્યા બાદ તેણે શાળામાં કામ કરતી અન્ય મહિલા ટીચર્સને પોતાની પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ સ્કુલ પરિસરમાં તેણે આ મહિલા ટીચર્સ સાથે અશ્લીલ હરકતો તો કરી પણ સાથે જ સ્કુલમાં જ શારીરિક સંબંધો પણ બાંધ્યા.

આ પુરૂષ શિક્ષકે તકનો લાભ ઉઠાવીને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યા. આરોપ છે કે, આવી કેટલીય મહિલાઓને આ નરાધમે પોતાનો શિકાર બનાવી હશે. અત્યારસુધીમાં ત્રણ મહિલા ટીચર્સના વિડીયો સામે આવ્યા છે. અત્યારે આ પુરૂષ શિક્ષક સહિત તમામ મહિલા ટીચર્સને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અને પુરૂષ શિક્ષક કાજી વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.