Mahua Moitra કેશ ફૉર ક્વેરી વિવાદ બાદ સાંસદો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ

સાંસદો સિવાય સંસદ પોર્ટલ પર કોઈ નહીં કરી શકે લોગ ઈન

Courtesy: Image: Twitter

Share:

 

Mahua Moitra: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)ના કેશ ફોર ક્વેરી વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગિન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. તેમના PA અથવા સેક્રેટરી હવે લોગિન કરી શકશે નહીં. 

 

Mahua Moitra પર લાગ્યો હતો આરોપ

તાજેતરમાં મહુઆ મોઈત્રા (Mahua Moitra) પર પૈસા અને ગિફ્ટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર લોકસભાના ડિજિટલ સંસદ પોર્ટલનો લોગીન પાસવર્ડ એક મિત્ર સાથે શેર કરવાનો પણ આરોપ હતો, જે પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કરી રહ્યો હતો. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રાને તેમના સત્તાવાર ઈમેલનો પાસવર્ડ અને લોગિન કોઈ બહારની વ્યક્તિ સાથે શેર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

 

શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા નવો નિયમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુઆ મોઈત્રા (Mahua Moitra)ના કેસ બાદ સંસદે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા નવા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હજુ સુધી સચિવાલય દ્વારા આ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. લોકસભાના સાંસદો હવે તેમની સંસદીય બાબતો જાતે જ સંભાળશે, પરંતુ સમયની તંગીને ધ્યાનમાં લેતા, સાંસદો માટે આ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. 

 

સચિવો અને સાંસદોના અંગત સહાયકોની ડીજીટલ પાર્લામેન્ટ પોર્ટલ અને એપ્સની ઍક્સેસને સદનમાં પ્રશ્નો સબમિટ કરવા, ઈમેલ એક્સેસ કરવા અને TA બિલ સબમિટ કરવા જેવા સભ્યોના નિયમિત કાર્યોની સુવિધા માટે પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

અગાઉ મોટા ભાગના સભ્યો તેમના સહાયકો અથવા સચિવોની નજીક બેસીને તેમના કામ કરવા માટે પાસવર્ડ અને OTP શેર કરી શકતા હતા. સંસદીય સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના સાંસદો હજુ પણ ભાગ લેવા માટે આ અનૌપચારિક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમસ્યા સામે તેમને જલ્દી કોઈ રસ્તો શોધવો પડશે.

 

ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મહુઆ મોઈત્રા (Mahua Moitra)એ તેમના બિઝનેસમેન મિત્ર દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી સાથે સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. 

 

મહુઆ મોઈત્રા (Mahua Moitra) પર લોકસભા પોર્ટલનો લોગિન પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કરવાનો આરોપ હતો. મહુઆ મોઈત્રા પર મોંઘી ભેટ અને બદલામાં પૈસા લેવાનો પણ આરોપ છે. મહુઆ મોઈત્રાએ એ પણ કબૂલ્યુ કે તેણે લોગિન પાસવર્ડ દર્શન હિરાનદાની સાથે શેર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું કે તેણે જ પ્રશ્નો તૈયાર કર્યા હતા અને હિરાનંદાનીની ઑફિસમાંથી કોઈ વ્યક્તિ પોર્ટલ પર પ્રશ્નો ટાઈપ કરીને અપડેટ કરતી હતી.