સાઉથ દિલ્હીના એક કસ્ટમરે એક વર્ષમાં બ્લિંકિટમાંથી મંગાવ્યા 9940 કોન્ડોમ

Condom Order From Blinkit 2023: દક્ષિણ દિલ્હીના એક શખસે વર્ષ 2023માં જોમેટોના સ્વામિત્વવાળી બ્લિંકિટમાંથી 9940 કોન્ડોમનો ઓર્ડર આપ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • બ્લિંકિટના ફાઉન્ડરે વર્ષ 2023ના વેચાણનો આંકડો શેર કર્યો
  • કોન્ડોમ અને પાર્ટી સ્માર્ટ ટેબલેટનું વેચાણ ખૂબ જ વધ્યું
  • બેંગાલુરુના એક શખસે મંગાવ્યો આઈફોન 15 પ્રો મેક્સ

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને નવું વર્ષ શરુ થવા માટે જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષમાં એક શખસે બ્લિંકિટના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ વર્ષ 2023માં કેટલાંક મજાના વેચાણનો ખુલાસો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોન્ડોમ અને પાર્ટી સ્માર્ટ ટેબલેટના વેચાણમાં ખાસો એવો વધારો થયો હતો. જેને લઈને આંકડા શેર કર્યા હતા. આ આંકડા મુજબ, સાઉથ દિલ્હીના એક શખસે 2023માં જોમોટાના સ્વામિત્વવાળી ક્રિક ડિલીવરી પ્લેટફોર્મ બ્લિંકિટમાંથી 9940 કોન્ડોમનો ઓર્ડર આપ્યો હતો. 

65 હજારથી વધુ લાઈટર 
બ્લિંકિટ ડ્રેન્ડ્સ 2023 મુજબ, ગુરુગ્રામમાં એક શખ્સે આ વર્ષે 65973 લાઈટરનો ઓર્ડર આપ્યો હતો. આ વર્ષે લગભગ 3020080 પાર્ટી સ્માર્ટ ટેબલેટનું વેચાણ થયુ હતુ. બેંગાલુરુમાં એક શખસે 159900 રુપિયાનો આઈફોન 15 પ્રો મેક્સ, લેઝનું એક પેકેટ અને છ કેળાનો ઓર્ડર આપ્યો હતો. 

અડધી રાત્રે મેગી
અડધી રાત બાદ લગભગ 32004725 મેગીના પેકેટનું વિતરણ થયુ હતુ. એક ગ્રાહકે ઓર્ડરમાં 101 લીટર મિનરલ વોટર ખરીદ્યું હતું. આ વર્ષે બ્લિંકિટમાંથી લગભગ 80267 ગંગાજળની બોટલો મંગાવી હતી. તો એક ગ્રાહકે 4832 સાબુ ખરીદ્યા હતા. આ વર્ષે સવારે 8 વાગ્યા પહેલાં લગભગ 351033 પ્રિન્ટઆઉટ વિતરણ થયા હતા. 12238740 આઈસક્રીમ, 5850011 આઈસ ક્યૂબ પેકેટ સાથે 4516490 ઈનોના પાઉચનો ઓર્ડર આપ્યો હતો. હૈદરાબાદમાંથી કોઈએ 17009 કિલો ચોખાનો ઓર્ડર આપ્યો હતો.  બ્લિંકિટના જણાવ્યા મુજબ, એક મહિનામાં એક ગ્રાહકે 38 અંડરવિયરનો ઓર્ડર આપ્યો હતો.