Manipur: આતંકવાદી જૂથ UNLFએ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા

અમિત શાહે આ કરારને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

Courtesy: Image: Twitter

Share:

 

Manipur: મણિપુર (Manipur)માં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને હિંસા છોડવા માટે સંમત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી હતી. UNLF મણિપુરની ઈમ્ફાલ ખીણમાં કાર્યરત સૌથી જૂનું સશસ્ત્ર જૂથ છે.

 

અમિત શાહે X પર પોસ્ટ કર્યું હતું કે, “એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે!!” યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટે આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાથી ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ખીણમાં કાર્યરત સૌથી જૂની સંસ્થા મણિપુર (Manipur)નું સશસ્ત્ર જૂથ UNLF હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. ”

 

અમિત શાહે કહ્યું હતું કે, "હું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં તેમનું સ્વાગત કરું છું અને શાંતિ અને પ્રગતિના માર્ગ પર તેમની સફર માટે શુભેચ્છા પાઠવું છું. ભારત સરકાર અને મણિપુર (Manipur) સરકાર દ્વારા UNLF સાથે કરવામાં આવેલ શાંતિ કરાર છ દાયકા લાંબા સશસ્ત્ર સંઘર્ષના અંતનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતમાં યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.”

Manipurના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા

મણિપુર (Manipur)ના મુખ્યમંત્રી બિરેન સિંહે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, "આ હસ્તાક્ષર આજે પીએમ મોદીના નેતૃત્વમાં થયું છે. UNLFના કાર્યકર્તાઓ શાંતિના માર્ગ પર ચાલવા માટે સંમત થયા છે." 

 

મણિપુરમાં કેન્દ્ર સરકારે અગાઉ પીપલ્સ લિબરેશન આર્મી સહિત 9 ઉગ્રવાદી મીતેઈ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાંથી મોટાભાગના મણિપુર (Manipur)માં સક્રિય છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જૂથોમાં પીપલ્સ લિબરેશન આર્મી, જે સામાન્ય રીતે પીએલએ તરીકે ઓળખાય છે અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) સામેલ છે. 

 

HTના અહેવાલ મુજબ, પ્રતિબંધ લાદવામાં આવ્યાના થોડા દિવસો બાદ આ શાંતિ સમજૂતી થઈ હતી. કેન્દ્રને લાગ્યું કે આ સંગઠન મણિપુરમાં સુરક્ષા દળો, પોલીસ અને નાગરિકો પર હુમલાઓ અને હત્યાઓ તેમજ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં સામેલ છે તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  

 

મણિપુર (Manipur)માં આ વર્ષે 3 મેથી વંશીય હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે, જ્યારે મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ 180 થી વધુ લોકો માર્યા ગયા છે.