Marcos Commando : માર્કોસ કમાન્ડો બનવું એ ચણા મમરાના ખેલ નથી, ત્રણ વર્ષ સુધી હોય છે ટફ ટ્રેનિંગ

All About Marcos Commando : માર્કોસ ઈન્ડિયન નેવીની સ્પેશિયલ ફોર્સ છે અને તે એક ક્ષણમાં કોઈ પણ મોટા ઓપરેશનને પાર પાડી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • માર્કોસ કમાન્ડો બનવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે
  • ત્રણ વર્ષ સુધી સખત ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે
  • અમેરિકન નેવી સેલ સાથે ટ્રેનિંગ કરાવવામાં આવે છે

Who Is Marcos Commando : ભારતીય સેનાના જવાન દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે. કોઈ પણ યુદ્ધમાં જવાનો દુશ્મનોનો સામનો કરવાની ક્ષમતા રાખે છે. પણ શું તમે માર્કોસ કમાન્ડો વિશે જાણો છો ખરા. આમની શક્તિ લોખંડી હોય છે. હજારોમાંથી માત્ર એક જનું સિલેક્શન થતું હોય છે. માર્કોસ કમાન્ડો બનવા માટેની ટ્રેનિંગ પણ ખૂબ ટફ હોય છે અને એના માટે સખત મહેનત કરીને ટ્રેનિંગ પૂરી કરવી પડતી હોય છે. આજે તમને માર્કોસ કમાન્ડો વિશે વિસ્તારમાં બતાવીશું. 

કોણ છે માર્કોસ કમાન્ડો?
ભારતીય સેનામાં મરીન કમાન્ડોનો એક ભાગ છે અને એને માર્કોસ તરીકે ઓળખવામાં આવે છે. ઓફિશિયલી તેનું નામ મરીન કમાન્ડો ફોર્સ MCF છે. આ ઈન્ડિયન નેવીની સ્પેશિયલ ફોર્સ છે અને થોડી જ વારમાં મિશનને પૂરી કરી શકે છે. માર્કોસને અમિરીકી નેવીની જેમ બનાવવામા આવી છે. જે દુશ્મનની વિરુદ્ધ જમીન, હવા કે પાણી ત્રણેય મોરચા સંભાળી શકે છે. મૂળ રીતે માર્કોસને ભારતીય સમુદ્રી વિશેષ બળ કહેવામાં આવે છે. એ પછી શોર્ટમાં તેનું નામ માર્કોસ રાખવામાં આવ્યું. 

આ સમયે થઈ સ્થાપના 
માર્કોસ ફોર્સ યુનિટની સ્થાપના ફેબ્રુઆરી, 1987માં થઈ હતી. આ ફોર્સ તમામ પ્રકારના વાતાવરણમાં કામ કરવામાં સક્ષમ છે. આ ફોર્સને અનુભવ અને વ્યાવસાયિકતા માટે ઈન્ટરનેશનલ પ્રતિષ્ઠા મળેલી છે. આ ફોર્સ મોટાભાગે જેલમ નદી અને વૂલર લેકમાં ઓપરેટ કરે છે. આ લેક દ્વારા માર્કોસ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. 

આવી હોય છે ટફ ટ્રેનિંગ 
માર્કોસ કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવે છે તે ખૂબ જ કઠણ હોય છે. જવાનોને 24 કલાકમાંથી માત્ર ચાર જ કલાક ઉંઘવા માટે મળે છે. દરરોજ સવારે ચાર વાગે ઉઠવું પડે છે. આ ટ્રેનિંગ એટલી ટફ હોય છે કે દરેક વ્યક્તિ કરી શકે નહીં. આ ફોર્સમાં સામેલ થવા માટે જવાનોને ત્રણ વર્ષની સખત ટ્રેનિંગ આપવામાં આવે છે. જવાનોને શરીર પર 25-30 કિલોનું વજન ઉઠાવીને કમરથી કીચડમાં ધસડતા 800 મીટર સુધી દોડ લગાવવી પડે છે. 

આટલી આકરી ટ્રેનિંગ
એટલું જ નહીં તેમને સમુદ્રમાં અને હાડ થીજાવી દે એવા બરફમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. જવાનોને 8-10 હજાર ફૂટ ઉંચાઈથી પેરાશૂટની સાથે નીચે કૂદવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ પછી છેલ્લે તેમને અમેરિકામાં નેવી સેલની સાથે ટ્રેનિંગ માટે મોકલવામા આવે છે. જે ટ્રેનિંગનો બીજો ભાગ હોય છે. જે આ ટ્રેનિંગને પૂરી કરી લે એ જ માર્કોસ કમાન્ડો બની શકે છે. 

આ રીતે થાય છે સિલેક્શન 
તમામ માર્કોસને ભારતીય નેવી દ્વારા પસંદ કરવામાં આવે છે. જ્યારે તેઓ પોતાના શરુઆતના 20 વર્ષમાં હોય ત્યારે પસંદગી થતી હોય છે. એના માટે તેઓએ ખૂબ જ સખત પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. આ સિલેક્શન પ્રોસેસમાં એરબોર્ન ઓપરેશન, કાઉન્ટર ટેરરિઝમ, કોમ્બેટ ડ્રાઇવિંગ ફોર્સ, એન્ટી હાઈજેકિંગ, એન્ટી પાયરેસી ઓપરેશન, સીધી કાર્યવાહી, ઘુસણખોરી અને ઘુસણખોરીની રણનીતિ સહિત અપરંપરાગત યુદ્ધ સામેલ હોય છે. મોટા ભાગની તાલીમ INS અભિમન્યુ પર આયોજિત કરવામાં આવે છે.