Mathura: યમુના એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભયંકર અકસ્માત, 40 થી વધારે લોકો ઘાયલ

આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર મથુરા પાસે માઈલ સ્ટોન-110 રાયા કટ ખાતે થઈ હતી. જ્યાં સવારે 3 વાગ્યાની આસપાસ બે બસો સામસામે અથડાઈ હતી. અકસ્માત બાદ 31 ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં અને 9 અન્ય ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • મથુરાના એસએસપી શૈલેષ પાંડેએ જણાવ્યું કે એક બસ ધોલપુરથી નોઈડા જઈ રહી હતી અને બીજી બસ ઈટાવાથી નોઈડા જઈ રહી હતી
  • હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ટ્રાફિક જામ પણ દૂર કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર સુચારૂ શરૂ થયો છે.

ઉત્તરપ્રદેશમાં કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે યમુના એક્સપ્રેસ વે પર એક મોટો એક્સીડન્ટ થયો છે. આજે વહેલી સવારે બે બસો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 40 થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ એક્સિડન્ટના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.  

આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર મથુરા પાસે માઈલ સ્ટોન-110 રાયા કટ ખાતે થઈ હતી. જ્યાં સવારે 3 વાગ્યાની આસપાસ બે બસો સામસામે અથડાઈ હતી. અકસ્માત બાદ 31 ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં અને 9 અન્ય ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મથુરાના એસએસપી શૈલેષ પાંડેએ જણાવ્યું કે એક બસ ધોલપુરથી નોઈડા જઈ રહી હતી અને બીજી બસ ઈટાવાથી નોઈડા જઈ રહી હતી. બંને બસો વચ્ચે ટક્કર થતાં 40 મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ટ્રાફિક જામ પણ દૂર કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર સુચારૂ શરૂ થયો છે.