'સપા મારી સાથે કંઈ પણ કરી શકે છે', માયાવતીએ પોતાની સુરક્ષા વધારવા કરી અપીલ

Mayawati Politics News: માયાવતીએ અખિલેશ યાદવની આગેવાની વાળી સપા પર જોરદાર નિશાન સાધ્યું છે. તેઓએ પોતાની સુરક્ષાને લઈ યોગી સરકાર પાસે મદદ માગી છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજકીય પક્ષો હાલ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે
  • લોકસભા ચૂંટણી પહેલાં માયાવતીએ આકરા પ્રહારો કર્યા છે
  • પોતાની સુરક્ષા વધારવામાં આવે એવી માગણી કરી છે

લખનૌઃ લોકસભા ચૂંટણી નજીક છે અને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બસપાના માયાવતીએ અખિલેશ યાદવની આગેવાનીવાળી પાર્ટી સપા પર સતત બીજા દિવસે નિસાન સાધ્યું છે. તેઓને સપાને દલિત વિરોધી પાર્ટી ગણાવતા અજાણી આશંકા વ્યક્ત કરી છે. માયાવાતીએ યોગી સરકારને પોતાની સુરક્ષા વધારવા માટે અપીલ કરી છે. આ સિવાય તેઓએ એવી અપીલ કરી છે કે, તેમની પાર્ટી ઓફિસને ક્યાંક બીજે સ્થળાંતર કરવામાં આવે. આ દરમિયાન યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જો માયાવતી તરફથી સુરક્ષા વધારવા માટે કોઈ અપીલ આવશે તો સરકાર તેના પર વિચાર કરશે. 

માયાવતીના પ્રહારો 
માયાવતીએ સોમવારે કહ્યું કે, સપા પછાત જાતિ સહિત દલિત વિરોધી પાર્ટી છે. જો કે, બસપાએ ગઈ લોકસભા ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કરીને આ વિચારધારાને બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચૂંટણી ખતમ થવાની સાથે જ સપા ફરીથી પોતાના દલિત વિરોધી જાતિવાદી એજન્ડા પર આવી ગઈ હતી. બસપાના સુપ્રીમોએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, હવે સપાના અધ્યક્ષ જે રીતે ગઠબંધનની વાત કરે છે એ જોતા લાગે છે કે બસપાથી દૂર થવાની વાત છે. જેને મીડિયા પણ ખૂબ પ્રસારિત કરે છે. આમ પણ સપાના 2 જૂન 1995 સહિતના કૃત્યો જોતા તેમની સરકારે જે નિર્ણયો કર્યા તે ખરેખર શોભનીય નહોતા. જેમાં બસપા યુપી સ્ટેટ ઓફિસ પાસે ઉંચો પુલ બનાવવાનું એક કામ પણ છે. જેનાથી પાર્ટીની ઓફિસ, કર્મચારીઓ અને રાષ્ટ્રીય પ્રમુખોને નુકસાન પહોંચી શકે છે. 

પાર્ટી ઓફિસ શિફ્ટ કરવાની જરુર 
માયાવતીએ પાર્ટીની ઓફિસ પાસે ઉંચો પુલ બનાવવાની વાતને આગળ ધપાવતા કહ્યું કે, આ જ કારણે પાર્ટીને મહાપુરુષોની પ્રતિમાઓને ત્યાંથી હટાવીને પાર્ટી પ્રમુખના નિવાસ સ્થાને શિફ્ટ કરવાની ફરજ પડી હતી. સાથે જ અસુરક્ષાને જોતા સુરક્ષા સલાહ પાર્ટી પ્રમુખને હવે પાર્ટીની મોટાભાગની બેઠકો પોતાના ઘરે જ કરવી પડી રહી છે. જ્યારે પાર્ટી ઓફિસમાં થતી મોટાભાગની બેઠકોમાં પાર્ટી પ્રમુખના પહોંચવા પર ત્યાં પુલ પર સુરક્ષાક્મીઓની વધારી તૈનાતી કરાવી પડે છે. 

સુરક્ષિત જગ્યાએ ખસેડો 
પૂર્વ સીએમ માયાવાતીએ કહ્યું કે, આવી સ્થિતિમાં બસપા, યુપી સરકારને વર્તમાન પાર્ટી પ્રદેશ કાર્યાલયની જગ્યાને બીજી સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ખાસ અપીલ કરે છે. જો એવું નહીં થાય તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકે છે. સાથે જ દલિત વિરોધી તત્વો સામે સરકાર કડકાઈથી વલણ દાખવે, પાર્ટીની એવી પણ માગ છે.