મળો અનિલ અંબાણીના મોટા પુત્ર જયને, કેવી રીતે સંભાળી રહ્યા છે દાદાની વિરાસત, કેટલી છે નેટવર્થ?

જય અનમોલનો પ્રભાવ રિલાયન્સ ગ્રૂપ પર અનુભવાયો હતો, કારણ કે તેના જોડાવા સાથે કંપનીના શેરની કિંમતમાં 40%નો વધારો થયો હતો અને તેના પિતા અનિલ અંબાણીની પ્રશંસા મેળવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • અનિલ અંબાણીના પુત્ર અને મુકેશ અંબાણીના ભત્રીજા વૈભવી જીવન જીવે છે
  • લેમ્બોર્ગિની ગેલાર્ડો અને રોલ્સ-રોયસ ફેન્ટમ જેવી અનેક મોંધી કારના માલિક

મુકેશ અંબાણી 798800 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેએ અને તેમનો પરિવાર તેમની ભવ્ય જીવનશૈલી, બિઝનેસ ડીલ અને પરોપકાર માટે વારંવાર સમાચારમાં રહે છે. બીજી તરફ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના પરિવાર મીડિયાની ચર્ચાથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ તેમનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે તેમની માતા ટીના અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ શેર કરી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટને નેટીઝન્સ તરફથી પ્રેમ મળી રહ્યો છે અને તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિના ભત્રીજા વિશે ઉત્સુક છે. જય અનમોલ અંબાણી જેને અનમોલ અંબાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનિલ અંબાણીના મોટા પુત્ર છે, જેઓ એક સમયે 1.83 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા.

અનમોલ અંબાણીનો જન્મ (12 ડિસેમ્બર 1991) ચાંદીની ચમચી સાથે થયો હતો. તેણે મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું, ત્યારબાદ તે સેવન ઓક્સ સ્કૂલ, યુકેમાં જોડાયા. અનમોલે ઉચ્ચ શિક્ષણ લેવાનું નક્કી કર્યું અને બેચલર ઓફ સાયન્સ (BSc) મેળવવા માટે યુનાઈટેડ કિંગડમના વોરવિક બિઝનેસ સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ડિગ્રી પણ હાંસલ કરી.

અનમોલ અંબાણી ખૂબ જ નાની ઉંમરે ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેમના પિતા જૂથની કેટલીક પેટાકંપનીઓનું નેતૃત્વ કરતા હતા પરંતુ યુવાન અંબાણી ખાસ કરીને રિલાયન્સ કેપિટલમાં સક્રિય હતા. અનમોલ 2016માં રિલાયન્સ કેપિટલના બોર્ડમાં વધારાના ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેમની આધુનિક વ્યવસ્થાપન કૌશલ્ય અને કૌટુંબિક વ્યવસાય પ્રત્યેના નવા અભિગમ માટે તેમને ઘણીવાર શ્રેય આપવામાં આવે છે. તેઓ અને તેમના ભાઈ જય અંશુલ અંબાણીની ઓક્ટોબર 2019માં રિલાયન્સ ઈન્ફ્રાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરવામાં આવી હતી, જોકે તેઓએ એક વર્ષ પછી રાજીનામું આપ્યું હતું.

અનિલ અંબાણીના પુત્ર અને મુકેશ અંબાણીના ભત્રીજા વૈભવી જીવન જીવે છે અને લેમ્બોર્ગિની ગેલાર્ડો અને રોલ્સ-રોયસ ફેન્ટમ જેવી કેટલીક લોકપ્રિય અત્યંત મોંઘી કાર ધરાવે છે. કથિત રીતે તેની પાસે પોતાના હેલિકોપ્ટર અને પ્લેન પણ છે, જેનો ઉપયોગ તે બિઝનેસ ટ્રાવેલ માટે કરે છે. એક રિપોર્ટ અનુસાર $3.3 બિલિયન (રૂ. 20,000 કરોડ)ની નેટવર્થ સાથે, જય અનમોલ અંબાણીએ પ્રમાણમાં નાની ઉંમરે નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી છે.