Mizoram Election Result: રવિવારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી પરિણામ જાહેર થયું. આજે મિઝોરમમાં મતગણતરી છે. અહીંની જનતા આજે નક્કી કરશે કે કોની સરકાર બનાવવી. મતગણતરીના પગલે અહીં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે સત્તારૂઢ પાર્ટી મિઝો નેશનલ ફ્રંટ (MNF), ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો જંગ જામશે. જો કે, રવિવારે જે ચારેય રાજ્યોમાં મતગણતરી થઈ એ દિવસે જ મિઝોરમમાં પણ મતગણતરી હતી, પરંતુ ખ્રિસ્તી બહુમતી ધરાવતા મિઝોરમમાં રવિવારનું આગવું મહત્વ હોય છે. જેના કારણે રાજકીય નેતાઓ, સંગઠનો અને ચર્ચ, વિદ્યાર્થી સંગઠનોની અપીલ બાદ ચૂંટણી પંચે મતગણતરી મોકૂફ રાખી હતી.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મિઝોરમના એડિશનલ ચીફ ઈલેક્શન ઓફિસરે જણાવ્યું કે, 13 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગયું છે. 13 કેન્દ્રો પર 40 વિધાનસભાની સીટ માટે દરેક માટે એક હોલ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી થશે અને પછી ઈવીએમમાં નાખવામાં આવેલા વોટની ગણતરી થશે. મહત્વનું છે કે, ગઈ મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી ગઈ સાતમી નવેમ્બરે યોજાઈ હતી. 8.57 લાખ મતદાતાઓએ 80 ટકા જેટલું મતદાન કર્યુ હતુ. 18 મહિલાઓ સહિત કુલ 174 ઉમેદવારો મેદાનમાં છે.
કોના કેટલાં ઉમેદવારો?
મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે 18 મહિલા ઉમેદવાર જોવા મળી હતી. જ્યારે કુલ 174 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. એમએનએફ, ઝેડપીએમ અને કોંગ્રેસે 40-40 સીટો પર ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે 13 સીટો પર પોતાના ઉમેદાવારોને મેદાને ઉતાર્યા હતા.
કોની બનશે સરકાર?
મિઝોરમમાં આ વખતે ઝેડપીએમ, એમએનએફ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોરણીયો જંગ છે. એક્ઝિટ પોલનું માનીએ તો મુખ્યમંત્રી ઝોરમથંગાના નેતૃત્વમાં સત્તારુઢ પાર્ટીને પૂર્વોત્તર રાજ્યોમાં ફાયદો છે. સાથે જ ત્રિશંકુ વિધાનસભાની પણ સંભાવના છે. જો કે, થોડા જ સમયમાં જનતાના જનાદેશોનો ખુલાસો થઈ જશે.
લાલદુહોમાએ કહ્યું-અમારી સરકાર બનશે
મિઝોરમમાં ઝેડપીએમ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું કે, રાજ્યમાં અમારી સરકાર બનશે. અમને વિશ્વાસ છે કે, અમારી પાર્ટી સરકાર બનાવશે. બીજી તરફ, ઝોરમથંગાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
CM ઝોરમથંગાએ શું કહ્યું?
મિઝોરમના મુખ્યમંત્રી અને મિઝો નેશનલ ફ્રંટના અધ્યક્ષ ઝોરમથાંગાએ ત્રિશંકુ વિધાનસભાની વાતને નકારી હતી. તેઓએ દાવો કર્યો કે, તેમની પાર્ટી સત્તામાં આવશે. મહત્વનું છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ ફરી એકવાર મિઝોરમની કમાન સંભાળશે.