રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજિક! ભાજપે જીતી 2024ની સેમીફાઈનલ

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે બહુમત સાથે સરકાર બનાવતા ફરીથી મોદી મેજિક ચાલ્યો હોવાનું ભાજપના જ દિગ્ગજ નેતાઓ માની રહ્યા છે. તેઓ ત્રણેય રાજ્યોમાં મળેળી જીત માટે મોદીને શ્રેય આપી રહ્યા છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તો પરિણામોના આધારે 2024ની ચૂંટણી જીતવાના પણ સંકેત આપ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર!
  • ભાજપના દિગ્ગજ નેતાઓએ જીતનો શ્રેય PM મોદીને આપ્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ ચાલી રહી છે. ત્રણેય રાજ્યોમાં ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ચૂંટણી જીત્યા છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઢોલવાડા બેઠક પરથી જીત્યા છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે.

'જીતનો શ્રેય પીએમ મોદીને'

ભાજપ નેતા રાજ્યવર્ધન રાઠોડે કહ્યું, 'આ જીતનો શ્રેય વડાપ્રધાન મોદીના કામ અને વિશ્વાસને જાય છે. તેમના આશીર્વાદ છે કે ભાજપને આટલી પ્રચંડ જીત મળી રહી છે.

રાજસ્થાનમાં જીત અંગે વસુંધરા રાજેએ શું કહ્યું?

રાજસ્થાનમાં ભાજપની જીત બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જીતનો શ્રેય વડાપ્રધાન મોદી અને પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો. રાજેએ કહ્યું કે આ પીએમ મોદીના મંત્ર, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની જીત છે. આ મોદીની ગેરેન્ટીની, અમિત શાહની રણનીતિની અને નડ્ડાના નેતૃત્વની તેમજ કાર્યકરોના અથાક પરિશ્રમની જીત છે. ઉલ્લેખનીય છે કે, આ જીત ભાજપ માટે 2024ની સેમીફાઈનલ જીતવા સમાન છે.

MPમાં પણ ભાજપની જીત

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, 'મધ્ય પ્રદેશના મનમાં વડાપ્રધાન મોદી છે અને વડાપ્રધાન મોદીના મનમાં મધ્ય પ્રદેશ છે, મધ્ય પ્રદેશના મનમાં લાડલી બેહના અને લાડલી બેહનાના મનમાં મધ્ય પ્રદેશની જીત છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશની જનતાએ આ ચૂંટણી દ્વારા પોતાનો મૂડ વ્યક્ત કર્યો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ઘણી સારી સફળતા મળી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓને સમર્થન આપીને જનતાએ અમને (ભાજપ)ને સમર્થન આપ્યું છે.

PM મોદીએ 'ગેરંટી' શબ્દનો ઉપયોગ કરતાની સાથે જ વસ્તુઓ બદલાઈ

ભાજપ નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું, "છત્તીસગઢમાં કોઈને વિશ્વાસ નહોતો કે ત્યાં ભાજપ સરકાર બનાવશે, પરંતુ જ્યારે અમે પીએમ મોદીને 'ગેરંટી' શબ્દનો ઉપયોગ કરતા જોયા, ત્યારે વસ્તુઓ બદલાઈ ગઈ. મધ્યપ્રદેશમાં બધાએ એકતરફી મતદાન કર્યું અને આજે ભાજપ સરકાર બનાવી રહી છે. મધ્યપ્રદેશમાં બધાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. તેથી અમે ત્યાં પણ અમારી સરકાર બનાવી રહ્યા છીએ. આપણે રાજસ્થાનમાં પણ આવું જ જોઈ શકીએ છીએ.'