MP Election Result: મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહને 'લાડલી લહેર' ફળી, શું છે એ?

MP Election Result 2023: કમલનાથની સરખામણીમાં શિવરાજ સિંહ ચૌહાણ જનતામાં વધારે પ્રખ્યાત જોવા મળ્યા. જે રીતે સત્તા બદલાશે એવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી એ પણ ટ્રેન્ડમાં હવે ખોટી સાબિત થઈ રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મધ્ય પ્રદેશમાં ફરી એક વાર ભાજપની સત્તા આવે એવા એંધાણ છે.
  • લાડલી બહેનોની લહેર શિવરાજ સિંહને ફળી હોય એવું લાગી રહ્યું છે.
  • શિવરાજ સિંહની ઈમોશનલ અપીલ પણ કામ કરી ગઈ લાગે છે.

MP Election Result 2023: વિધાનસભાની આ યૂંટણીમાં ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢમાં જોરદાર જીત મળી રહી હોય એવો ટ્રે્ન્ડ ચાલી રહ્યો છે. કોંગ્રેસે તેલંગાણામાં સત્તાનું ખાતુ ખોલ્યું છે. એવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં કોંગ્રેસ આવશે, પણ ટ્રેન્ડમાં સામે આવેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. દરેક રાજ્યોમાં કોઈને કોઈ ફેક્ટર અસર કરી ગયું છે. મધ્ય પ્રદેશમાં લાડલી બહેનોની લહેર જોવા મળી હતી. 

લાડલી બહેનોને આ ફાયદો મળ્યો

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને લાડલી યોજનાનો એક મોટો ફાયદો થયો છે. આ યોજના હેઠળ પ્રદેશની સરકારે 1 કરોડ 30 લાખ બહેનોને દર મહિને 1250 રુપિયા આપ્યા. આ રકમ સીધી જ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. આ રકમને વધારીને ત્રણ હજાર રુપિયા સુધી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ યોજનાના કારણે સ્થાનિક બહેનોએ શિવરાજ સિંહની તરફેણમાં વોટિંગ કર્યુ. આ કારણે મધ્ય પ્રદેશમાં આખુ ગણિત ઉંધુ પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ધર્મ-હિન્દુત્વ પણ કામ કરી ગયું 

ભાજપની સરકારે અહીં આસ્થા સાથે સંકળાયેલા સ્થળો પર પણ જોર આપ્યું. શિવરાજ સિંહ ચૌહણે રાજ્યના ચાર મંદિરો માટે કરોડોનું બજેટ પણ ફાળવ્યું. સલકનપુરમાં દેવીલોક, ઓરછામાં રામલોક, સાગરમાં રવિદાસ સ્મારક અને ચિત્રકૂટમાં દિવ્ય વનવાસી લોક મંદિરના સુધારા માટે અને સ્થાપના માટે રુપિયા 358 કરોડનું બજેટ ફાળવ્યું. આ પાસાઓને ધ્યાનમાં રાખીને હિન્દુ તરફી માહોલ બની ગયો. જેનો સીધો જ ફાયદો ભાજપને મળ્યો. 

મોદી મેજીક તો ખરો જ ખરો..

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરખામણીએ શિવરાજ સિંહ ખૂબ જ પ્રખ્યાત નેતા જોવા મળ્યા. ભાજપની સરકારે અહીં જેટલાં પણ પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા એમાં પણ પીએમ મોદીના ચહેરાને પ્રાથમિકતા આપી. સમગ્ર ચૂંટણી દરમિયાન સમગ્ર મધ્ય પ્રદેશના મનમાં મોદી અને મોદીના મનમાં મધ્ય પ્રદેશ જેવા સ્લોગન પણ જોવા મળ્યા. પરંતુ ટ્રે્ન્ડ બતાવે છે કે, તમામ ફેક્ટર પર મોદીનો ચહેરો ભારે પડી ગયો. 

કોંગ્રેસને ઓવર કોન્ફિડન્સ?

અહીં જ્યારે ટીકિટોની વહેંચણી થઈ હતી ત્યારે અનેક નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટિકિટની વહેંચણી વખતે અનેક નેતાઓએ ફેવરિટિઝમનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ તરફી જે જનતાનો ઝૂકાવ હતો તે થોડો નબળો બન્યો. જેના કારણે કેટલાંક ઉમેદવારો નબળા સાબિત થયા હોવાનું મનાઈ રહ્યું છે. 

શિવરાજ સિંહની ઈમોશનલ અપીલ?

આ ચૂંટણીમાં ભાજપે શિવરાજ સિંહને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ચૂંટણી નહોતા ઉતાર્યા. ચૂંટણી પ્રચાર વખતે પણ લાગી રહ્યું હતું કે, શિવરાજ સિંહ ચૌહાણ સીએમ નહીં બને. પરંતુ આ સમયે શિવરાજ સિંહે ઈમોશનલ કાર્ડ ફેંક્યું. જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેઓએ મહિલાઓને પૂછ્યું કે, શું તમને નથી ઈચ્છતા કે તમારો મામો, તમારો ભાઈ મુખ્યમંત્રી બને? બસ, આ ફેક્ટરને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે.