MS ધોનીને નજીકના મિત્રોએ જ લગાવ્યો કરોડોનો ચૂનોઃ બિઝનેસમાં કર્યો મોટો દગો!

મીહિર દિવાકર અને સૌમ્ વિશ્વાસ નામના આ બંન્ને શખ્સ ધોનીના મિત્રો પણ છે અને બિઝનેસ પાર્ટનર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ હવે રાંચી કોર્ટમાં ક્રિમિનલ કેસ નોંધાવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મીહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસ નામના આ બંન્ને શખ્સ ધોનીના મિત્રો પણ છે અને બિઝનેસ પાર્ટનર પણ છે.
  • દિવાકરે કથિત રીતે વૈશ્વિક ક્રિકેટ એકેડમી ચલાવવા માટે 2017 માં ધોની સાથે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને તેમના જ નજીકના મીત્રોએ કરોડો રૂપીયાનો ચૂનો લગાવ્યો છે. મીહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસ નામના આ બંન્ને શખ્સ ધોનીના મિત્રો પણ છે અને બિઝનેસ પાર્ટનર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ હવે રાંચી કોર્ટમાં ક્રિમિનલ કેસ નોંધાવ્યો છે. દિવાકરે કથિત રીતે વૈશ્વિક ક્રિકેટ એકેડમી ચલાવવા માટે વર્ષ 2017 માં ધોની સાથે એક પાર્ટનરશિપ સાઈન કરી હતી પરંતુ તેમણે આ પાર્ટનરશિપ વખતે રાખવામાં આવેલી શરતોનું પાલન ન કર્યું.


વર્ષ 2017નો છે મામલો 

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2017 માં ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા સોદામાં દગાખોરીને લઈને આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના બે અધિકારીઓ વિરૂદ્ધ રાંચીમાં એક કેસ નોંધાવ્યો છે. આ કેસ મિહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસ વિરૂદ્ધ નોંધાવવામાં આવ્યો છે. દિવાકરે કથિત રીતે વૈશ્વિક ક્રિકેટ એકેડમી ચલાવવા માટે 2017 માં ધોની સાથે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો પરંતુ આ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવેલી શરતોનો ભંગ કર્યો છે. ટૂંકમાં આ બંન્ને લોકોએ પાર્ટનરશિપની શરતોનું પાલન નથી કર્યું અને એમએસ ધોની સાથે દગો કર્યો છે.