Mumbai Crime: 64 વર્ષીય વૃદ્ધાનો રેપ કરી નિર્વસ્ત્ર કરી ફેંકી દીધી

મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે એક 64 વર્ષીય વિધવા મહિલાનો રેપ કર્યો હતો. એટલું જ નહીં તને માર મારીને નિર્વસ્ત્ર અવસ્થામાં રસ્તા પર ફેંકી દીધી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મુંબઈમાં 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો રેપ કરી નગ્ન અવસ્થામાં ફેંકી દીધી
  • આરોપીએ ઘરે મૂકવા આવવાનું કહી રુમમાં લઈ ગયો, બે દિવસ ગોંધી રાખી
  • વહેલી સવારે રસ્તા પર નિર્વસ્ત્ર અવસ્થામાં ફેંકી ફરાર થઈ ગયો, પોલીસે ઝડપ્યો

મુંબઈઃ મુંબઈમાં એક 64 વર્ષીય વિધવા મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેને નિર્વસ્ત્ર અવસ્થામાં ફેંકી દેવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. બળાત્કાર કર્યા બાદ વિધવા મહિલાને માર મારવામાં આવ્યો અને પછી ઠાણેના ક્રીક પાસે રસ્તા પર નિર્વસ્ત્ર અવસ્થામાં ફેંકી દેવામાં આવી હતી. આ મામલે પીડિત વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે. તો પોલીસે આ મામલે ગુનો નોંધીને એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપી ઝડપાયો 
ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રવિન્દ્ર રણશેવરે જણાવ્યું કે, વૃદ્ધાનો રેપ કરીને તેને રસ્તા પર નિર્વસ્ત્ર અવસ્થામાં ફેંકી દેવાના કેસમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીનું નામ 38 વર્ષીય ઉમેશ ઢોક હોવાનું સામે આવ્યું છે. તે મુંબઈના માનખુર્દના શાંતિનગરમાં રહે છે. 

રેપ કરી ઢોર માર માર્યો 
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સોમવારે પીડિતા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એ સમયે આરોપી આવ્યો હતો અને તેમને ઘરે મૂકી જવાની વાત રી હતી. એ પછી તે તેમને શાંતિનગરમાં એક રુમમાં લઈ ગયો હતો. બે દિવસ સુધી આરોપીએ પીડિતા પર બળાત્કાર કર્યો. એટલું જ નહીં તેણે પીડિતા પર કેટલાંક હુમલા પણ કર્યા. જેના કારણે ચહેરો, માથુ, છાતી અને અન્ય ભાગો પર ઈજા પહોંચી છે. જ્યારે પીડિતા બેભાન થઈ ગઈ તો તેને આરોપીએ ક્રીક પાસે રસ્તા પર ફેંકી દીધી હતી. 

દીકરી પડી ભાંગી 
જ્યારે આ વાતની જાણ પીડિતાની દીકરીને થઈ તો તે કપડાં લઈને આવી. બાદમાં તેણે આ મુદ્દે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીડિતાની દીકરીનો દાવો છે કે, આ ગુનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો સામેલ છે. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.