1 જાન્યુઆરી 2024થી SIM કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટો ફેરફાર, બનશે સરળ

SIM Rule: જો તમે હવે પહેલી જાન્યુઆરી, 2024થી જીઓ, એરટેલ, બીએસએનએલ, વીઆઈ કે એરટેલ કોઈ પણ કંપનીનુ સીમ કાર્ડ ખરીદવા માગતા હોવ તો આ નિયમો જાણી લેજો. સીમ કાર્ડ ખરીદવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • પહેલી જાન્યુઆરી, 2024થી બદલાશે સીમ કાર્ડના નિયમો
  • સાઈબર ફ્રોડ અને ગેરકાયદે ટ્રાન્જેક્શન રોકવા નિર્ણય
  • સરકાર ક્રાઈમ રોકવા માટે નવા નવા પગલાં લઈ રહી છે

New SIM Rule: સીમ કાર્ડ ખરીદવા માટે હવે પહેલી જાન્યુઆરી, 2024થી નવા નિયમોનું પાલન કરવું પડશે. આગામી વર્ષથી નવા સીમ કાર્ડ ખરીદતી વખતે ડીજીટલ કેવાયસી કરાવવુ પડશે. આમ તો સીમકાર્ડ લેવા માટે ડોક્યુમેન્ટ્સનું ફિજિકલ વેરિફિકેશન કરાવવાનું હોય છે. આ પ્રોસેસ મોંઘી અને સમય બગાડે એવી હતી. ટેલીકોમ ડિપાર્ટમેન્ટે આ મામલે આદેશ પણ જારી કરી દીધા છે. સામે આવેલી વિગતો મુજબ, પહેલી જાન્યુઆરીથી નવું સીમ કાર્ડ ખરીદતી વખતે ઈ કેવાયસી કરાવવાની જરુર પડશે. 

નવા નિયમો 
સીમ કાર્ડ માટે નવા નિયમો લાગુ કરવા પાછળનો સરકારનો હેતુ સીમ કાર્ડ ફ્રોડને રોકવાનો છે. નવો નિયમ લાગુ થયા બાદ પેપર બેઝ્ડ કેવાયસી સમાપ્ત થઈ જશે. આ સાથે જ ટેલીકોમ કંપનીઓને થતા ખર્ચમાં પણ ઘટાડો આવશે. સરકારે આ નિયમો લાગુ કરવાની જાહેરાત ગયા ઓગસ્ટ મહિનામાં જ કરી નાખી હતી. જો કે, તેને લાગુ કરવામાં સતત મોડુ થયું. હવે નવા નિયમો હેઠળ સીમ કાર્ડ વેન્ડર્સનું વેરિફિકેશન કરાવવું પણ જરુરી બનશે. 

સાઈબર ફ્રોડ વધ્યાં
આજ કાલ સાઈબર ફ્રોડના કિસ્સામાં દિન પ્રતિદિન વધારો થયો છે. લોકો પોતાની મહેનતની કમાઈ ગુમાવી રહ્યાં છે. સરકાર સાઈબર ફ્રોડ અને સીમ સ્વેપિંગ જેવી ઘટનાઓ પર રોક લગાવવા માગે છે. મહત્વનું છે કે, તાજેતરમાં સરકારે 70 લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા છે. જેનો સંબંધ સાઈબર ફ્રોડ કે ગેરકાયદેસર ટ્રાન્જેક્શન સાથે હતો.