UPI Transactions: આજથી બદલાયા આ નિયમો, તમારા ખિસ્સા પર કેવી અસર પડશે?

નવું વર્ષ એટલે કે 2024 આજથી શરૂ થયું છે, ત્યારે UPIના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો ઘણા UPI ધારકોને અસર કરશે.

Share:

હાઈલાઇટ્સ

  • UPI વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું
  • 1 જાન્યુઆરી, 2024થી ઘણા નિયમો બદલાયા

દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ઓનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો થયો છે. UPI વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ UPIને વિસ્તારવા માટે ઘણી જાહેરાતો કરી છે. UPIમાં આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2024થી ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, RBIએ ગયા મહિને ડિસેમ્બરમાં આ ફેરફારો વિશે માહિતી આપી હતી.

UPI એકાઉન્ટ ફ્રીઝ થશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ Google Pay, Paytm, PhonePe વગેરે જેવી પેમેન્ટ એપ્સ અને એક વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં ન હોય તેવા એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરવા જણાવ્યું છે. મતલબ કે જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI એપ્સનો ઉપયોગ નથી કરતા, તો તમારું એકાઉન્ટ પણ નિષ્ક્રિય થઈ શકે છે.

એક દિવસમાં આટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
NPC અનુસાર, હવે UPI દ્વારા દૈનિક ચૂકવણીની મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે ધારકો એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત, 8 ડિસેમ્બર, 2023ના રોજ, આરબીઆઈએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે યુપીઆઈ ચુકવણી મર્યાદામાં વધારો કર્યો છે, હવે તેની ચુકવણી મર્યાદા 5 લાખ રૂપિયા છે.

PPI પર ચાર્જ ચૂકવવો પડશે
હવે, જો કોઈ ધારક UPI ચુકવણી કરતી વખતે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરે છે, તો તેણે રૂ. 2,000થી વધુની ચુકવણી પર 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ સિવાય UPI દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે, હવે જો કોઈ ધારક નવા યૂઝરને 2,000 રૂપિયાથી વધુ ચૂકવે છે, તો તેની પાસે 4 કલાકની સમય મર્યાદા હશે. આવી સ્થિતિમાં, તે સરળતાથી 4 કલાકની અંદર તેની ફરિયાદ કરી શકે છે.

ટૂંક સમયમાં શરૂ થશે UPI ATM
દેશમાં યુપીઆઈનો વિસ્તાર કરવા માટે આરબીઆઈએ જાપાનીઝ કંપની હિટાચી સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અનુસાર UPI ATM ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. આ ATM દ્વારા બેંકમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. રોકડ ઉપાડવા માટે ક્યુઆર સ્કેન કરવું પડશે.

નોંધનીય રીતે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ ભારતમાં રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વિવિધ બેંકો વચ્ચે સીમલેસ, ત્વરિત વ્યવહારોને મંજૂરી આપે છે.