NIA Raid: 4 રાજ્યોમાં NIAના દરોડા, ISIS નેટવર્કની શંકામાં ચારની અટકાયત

કેન્દ્ર સરકાર વિવિધ જેહાદી આતંકવાદી ગ્રુપ વિરુદ્ધ સખત એક્શનમાં છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચાર રાજ્યોમાં વિવિધ 19 જગ્યાએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આઈએસઆઈએસ નેટવર્કની શંકામાં ચાર લોકની અટકાયત પણ કરવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • એનઆઈએ ચાર રાજ્યોમાં 19 જગ્યાએ પાડ્યા દરોડા
  • આઈએસઆઈએસ નેટવર્કનો પર્દાફાશ, ચારની અટકાયત
  • તપાસમાં ચોંકાવનારો ખુલાસો થવાની શક્યતા છે

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ચાર રાજ્યોમાં 19 જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ ચાર શંકાસ્પદ લોકોની અટકાત કરી છે. હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે. તેમના મકાનો અને ઠેકાણાઓ પર ટીમ તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, એજન્સી દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. 

ચાર રાજ્યો, 19 જગ્યા
ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ કેટલાંક કારણોસર સટીક સ્થળ અને જેહાદી સમૂહ વિશે જાણકારી આપી નથી. એનઆઈએ દ્વારા ચાર રાજ્યોમા 19 જગ્યાએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. જે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના જેહાદી સમૂહ સાથે શંકાસ્પદ રીતે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

લશ્કર-એ-તૈયબાના ઠેકાણા પર દરોડા?
લશ્કરના આતંકીઓ દ્વારા કેદીઓને કટ્ટરપંથી બનાવવાની તપાસ હેઠળ એજન્સીએ બેંગાલુરુ, કર્ણાટકમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. અગાઉ 13 ડિસેમ્બરે એજન્સીએ છ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાંથી ચાર આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

દરોડામાં શું મળેલું?
આ દરમિયાન બે અન્ય શંકાસ્પદોની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન એજન્સીએ કેટલાંક ડિજિટલ ડિવાઈસ, વિવિધ આપત્તિજનક દસ્તાવેજો અને 7.3 લાખ રુપિયા કેશ કબજે કર્યા હતા. 

Tags :