ISISના કાવતરા વિરુદ્ધ મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 41 જગ્યાએ NIAની રેડ, 13ની ધરપકડ

NIA Raid: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એનઆઈએએ દરોડા પાડ્યા છે. અહીં એજન્સીએ 41 જેટલી જગ્યાએ દરોડા પાડ્યા છે. આ સિવાય એનઆઈએએ દરોડા બાદ 13 લોકની ધરપકડ પણ કરી છે. જેઓની વધુ પૂછપરછ કરવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ISIS વિરુદ્ધ મોટી કાર્યવાહી
  • NIAએ 41 જગ્યાએ દરોડા પાડ્યા, સર્ચ ઓપરેશન પણ
  • 13 આરોપીઓને એજન્સીએ ઝડપી પાડ્યા, ખુલાસા થશે

મહારાષ્ટ્ર/કર્ણાટકઃ રાષ્ટ્રીય એજન્સી NIAએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા છે.  ISISના કાવતરા વિરુદ્ધ એજન્સીએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત 41 જેટલી જગ્યાએ એજન્સીએ દરોડા પાડ્યા છે. એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં એક, પૂણેમાં બે, ઠાણે ગ્રાણીમાં 31, ઠાણે શહેરમાં 9, ભયંદરમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ દરોડા દરમિયાન એજન્સીએ 13 લોકોની ધરપકડ કરી છે. 

જેહાદ શરુ કર્યો 
સૂત્રોના જણાવ્યા મુજબ, એનઆઈએએ સ્થાનિક પોલીસ સાથે મળીને આ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વ્યક્તિઓ અને તેમના સાગરીતો દ્વારા રચવામાં આવેલું ગુનાહિત કાવતરા અંગત આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, આતંકી સંગઠનોએ ભારતમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ શરુ કર્યો છે. 

આતંકી પ્લાનનો પર્દાફાશ 
મહત્વનું છે કે, ગયા મહિને જ આઈએસઆઈએસના આતંકી પ્લાનનો પર્દાફાશ થયો હતો. એ સમયે આઈએસઆઈએસના એક આતંકીની ધરપકડ બાદ કેટલાંક મહત્વના ખુલાસા થયા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં મોટો બ્લાસ્ટ કરવાનો આતંકીઓનો પ્લાન હતો. આ સિવાય ભારતના કેટલાંક મહત્વ પૂર્ણ સૈન્ય ઠેકાણા પણ નિશાને હતા. આ જગ્યાની રેકી કરીને તેની તસવીરો સિરીયા અને પાકિસ્તાન મોકલવામા આવી હતી.  

Tags :