Delhi air pollution: દિલ્હી-NCRમાં પ્રદૂષણમાંથી કોઈ રાહત નહીં, AQI 400ને પાર પહોંચ્યો

દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે દિલ્હીમાં પ્રદૂષણમાં ફરી વધારો થયો

Courtesy: Image: Twitter

Share:

 

Delhi air pollution: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi air pollution) સતત વધતુ જાય છે. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસ છવાયેલી રહે છે. દિલ્હી-NCRમાં પ્રદૂષણમાંથી કોઈ રાહત મળી નથી. શુક્રવારે સવારે રાજધાનીમાં AQI 'ગંભીર' કેટેગરીમાં રહ્યો હતો. જે રહેવાસીઓ માટે જોખમી શ્વાસની સ્થિતિ તરફ દોરી જાય છે.

 

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહાર, આરકે પુરમ, IGI એરપોર્ટ અને દ્વારકા જેવા સ્થળોએ AQIનો આંકડો સવારે 5 વાગ્યે 400ને વટાવી ગયો હતો. CPCB ના ડેટા અનુસાર, આનંદ વિહારમાં સરેરાશ AQI 447 નોંધાયો હતો. આરકે પુરમમાં AQI 465, IGI એરપોર્ટ પર 467 અને દ્વારકામાં 490 હતો.



 

વરસાદથી રાહત મળ્યા બાદ દિલ્હીમાં ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણ (Delhi air pollution) વધ્યું છે. પ્રતિબંધ હોવા છતાં, દિવાળીની રાત્રે દિલ્હી-NCRમાં મોટાપાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેના કારણે ધુમ્મસ ફરી પાછી ફરી છે. એર ક્વોલિટી મોનિટરિંગમાં વિશેષતા ધરાવતી સ્વિસ કંપની IQAir અનુસાર, મંગળવારે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. 

 

એક અહેવાલ અનુસાર, વધતા પ્રદૂષણને કારણે દિલ્હીમાં અન્ય રાજ્યોમાં આવતી-જતી BS-3 અને BS-4 ડીઝલ બસો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. માત્ર ઈલેક્ટ્રિક, CNG અને BS-6 ડીઝલ બસોને જ પ્રવેશ આપવામાં આવશે. 

Delhi air pollutionને કારણે ટ્રક અને કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ યથાવત

દિલ્હીમાં 5 નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા ટ્રક અને કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અઠવાડિયે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi air pollution)થી રાહત મળવાની કોઈ આશા નથી. આગામી ચાર દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. 

 

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (Delhi air pollution)ને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ પર પંજાબ સરકારે પરાલી સળગાવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. પંજાબમાં સ્પેશિયલ ડીજીપી અર્પિત શુક્લાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડીજીપી અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે, જેઓ પરાલી સળગાવે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને રાજકારણ શરૂ થયું

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ (Delhi air pollution)ને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. સત્તાધારી આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના ઈશારે લોકોએ દિવાળી પર ફટાકડા ફોકયા જેના કારણે પ્રદૂષણ વધ્યું. 

 

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ભાજપના દાવાને નકારી કાઢયો હતો કે AAP ફટાકડા ફોડવાને રોકવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે તેના માટે ભાજપ-નિયંત્રિત હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોની પોલીસ લોકોને ફટાકડા ફોડતા રોકવામાં નિષ્ફળ રહી છે.