2024 ને લઈને નાસ્ત્રેદમસની ભયંકર ભવિષ્યવાણીઃ પુતિનનું મૃત્યુ, પાકિસ્તાનનો ભારતમાં વિલય....

ભારત દેશનો વિસ્તાર વધવાથી દુનિયા પર આની ઉંડી અને સકારાત્મક અસર પડશે, એટલે કે ભારત-રશિયાના સંબંધો બગડશે અથવા ખતમ થશે

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં પૂરની આગાહી કરવામાં આવી છે

પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા 'માઈકલ ડી નાસ્ત્રેદમસ' ની ભવિષ્યવાણીઓ પર સમગ્ર વિશ્વ વિશ્વાસ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ સહિતની જેપણ આગાહીઓ નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવી એ તમામ આગાહીઓ હંમેશા સાચી પડી છે. ત્યારે હવે વિશ્વ આખાના લોકોમાં વર્ષ 2024 ને લઈને નાસ્ત્રેદમસે શું આગાહી કરી છે તે જાણવાની ઉત્સુકતા છે.

1. ભારત રશિયાના સંબંધો ખતમ થશે
 
નાસ્ત્રેદમસ અનુસાર ભારતની સીમાઓનો વિસ્તાર થશે અને એટલે તે દુનિયાના પ્રમુખ દેશો પૈકીનો એક દેશ બની જશે. જો કે, સટીક સમયરેખાને લઈને અનિશ્ચીતતા છે પરંતુ કહેવામાં આવ્યું છે કે ભારત દેશનો વિસ્તાર વધવાથી દુનિયા પર આની ઉંડી અને સકારાત્મક અસર પડશે. ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે તે અનુસાર ભારત અને રશિયાના સંબંધો પર 100 ટકા બદલાવ આવશે. એટલે કે ભારત-રશિયાના સંબંધો બગડશે અથવા ખતમ થશે. કારણ કે રશિયા અને ચીન વચ્ચે વધતી મીત્રતા એ ભારતના હિતો વિરૂદ્ધ છે. એટલે ભારત અને રશિયાના સંબંધો ખતમ થશે તેવી ભવિષ્યવાણી કરાઈ છે. 


2. પાકિસ્તાનનો ભારતમાં વિલય થશે 
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં પૂરની આગાહી કરી છે. સમય અસ્પષ્ટ હોવા છતાં, દ્રશ્ય ભવિષ્યમાં મોટા પાયે પૂરની ઘટના સૂચવે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત તેના પાડોશી દેશને માનવતાવાદી સહાય આપશે. “પાકિસ્તાનની વાત પર પાછા આવીએ તો, પાકિસ્તાનમાં એક મોટું પૂર આવવાનું છે. મેં મારી પર્યાવરણીય આગાહીમાં આનો ઉલ્લેખ પહેલા પણ કર્યો છે. મને ખાતરી નથી કે તે ક્યારે થશે. પાકિસ્તાનમાં મોટું પૂર આવવાનું છે. પાકિસ્તાનમાં પૂર આવ્યા બાદ ભારત પાકિસ્તાનને મદદ કરશે. 

નાસ્ત્રેદમસે હિંમતભેર ભવિષ્યવાણી કરી હતી કે, “લાંબા ગાળે ભારત અને પાકિસ્તાન ફરી મિત્ર બનશે અને આખરે હું પાકિસ્તાનને ભારતમાં ભળી જતા જોઉં છું.”

3. અભૂતપૂર્વ ભારતીય નવીનતા

હેમિલ્ટન-પાર્કરની આગાહીઓ સૌર ઉર્જા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ શોધ અને ઉકેલો સૂચવે છે તે સાથે ભારતને નવીનતા અને પ્રગતિના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. આ અભિગમ સૂચવે છે કે ભારત ઉર્જા ઉત્પાદનમાં નવી સીમાઓ પર સાહસ કરવા તૈયાર છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણ પરની તેની નિર્ભરતા ઘટાડવાનો છે.


તેમણે આગાહી કરી હતી, “હું ભારતમાંથી નવી શોધ અથવા સૌર ઉર્જા સાથે વ્યવહાર કરવાની કોઈ નવી રીત તરીકે પણ જોઉં છું. 

4. મોદી 2024માં ફરી ચૂંટાશે

નાસ્ત્રેદમસની આગાહી અનુસાર, વર્ષ 2024 માં નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈને ભારતના વડાપ્રધાન બનશે. તેઓ દેશને માર્ગદર્શીત કરશે અને સરકારને આધુનિક બનાવવાના પ્રયાસો કરશે. તેઓ આ વખતે સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ લક્ષ્યાંક રાખશે અને તેઓ વધુ પારદર્શક અને જવાબદાર હોય તેવી વ્યવસ્થા લાગુ કરવાના પૂર્ણતઃ પ્રયત્નો કરશે. 

તેમણે ભવિષ્યવાણી કરી, “હું જોઉં છું કે મોદી ફરીથી ચૂંટાશે કારણ કે તેઓ હજુ પણ સત્તામાં છે. હું જોઉં છું કે મોદી ભારતની સરકારને આધુનિક બનાવવા માટે પણ પગલાં લેશે. આ સરકાર અને પોલીસ દળોમાં ભ્રષ્ટાચારને દૂર કરવામાં મદદ કરશે. આ એક મોટું પગલું છે. આગળ.”

5. રશિયા-ચીન ગઠબંધન અને પુતિનનું મૃત્યુ

નાસ્ત્રેદમસ અનુસાર રશિયા અને ચીન ગઠબંધન કરશે, અને તે થવાનું શરૂ થઈ રહ્યું છે. તેથી મારી પ્રથમ આગાહીઓમાંની એક આ રશિયન અને ચીન ગઠબંધન વિશે છે, જે મને લાગે છે કે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી વર્ષોમાં રશિયન અર્થતંત્ર સંકોચાઈ જશે અને તે ચીન સાથે શસ્ત્રોના સોદા કરશે, અને દુર્ભાગ્યે, તે થવાનું શરૂ થયું છે. ક્રેગે પણ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના મૃત્યુની આગાહી કરતા કહ્યું હતું કે ‘તેને જવામાં લાંબો સમય નહીં લાગે. નાસ્ત્રેદમસે પોતાની આગાહીમાં સ્પષ્ટ કહ્યું કે, મને લાગે છે કે પુતિનનું મૃૃત્યુ નજીક છે. આ રશિયા માટે એક ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે. બાદમાં રશિયા અને ચીન વચ્ચેના સંબંધો સુધરશે અને કેટલાય મોરચે રશિયા-ચીન એકબીજાનો સહયોગ કરતા થઈ જશે.  

6. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે

નાસ્ત્રેદમસે આગાહી કરી છે કે, 2024 માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ફરીથી ચૂંટાશે. નાસ્ત્રેદમસે કહ્યું કે, “મને લાગે છે કે એક અશ્વેત મહિલા ટ્રમ્પને ફરી સત્તામાં લાવવામાં મદદ કરશે. 
 

7. બ્રિટનમાં ચૂંટણી અને પ્રિન્સ હેરી અને મેઘન માર્કલના છૂટાછેડા
નાસ્ત્રેદમસે આગાહી કરી છે કે 2024 માં ઋષી સુનક બ્રિટનના વડાપ્રધાન નહીં રહે. આગામી ચૂંટણીમાં ટોરીઓ વિજયી બનશે. આ સિવાય પ્રિન્સહેરી અને મેઘન માર્કલના છૂટાછેટા થશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. 
8. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને મધ્ય પૂર્વમાં કટોકટી
નાસ્ત્રેદમસે આગાહી વ્યક્ત કરી છે કે, ઈઝરાયલ હમાસ યુદ્ધનું પરિણામ એ આવશે કે ગાઝા સંપૂર્ણ પણે સમાપ્ત થઈ જશે. લાખો લોકો ઈઝરાયલ સામે શરણાગતિ સ્વિકારશે. 

9. સાયબર હુમલા, કુદરતી આફતો અને નવી મહામારીઓ
2024માં વૈશ્વિક સ્તરે ‘નોંધપાત્ર’ સંખ્યામાં સાયબર હુમલા થશે. યુએસ અને ઇટાલી બંનેમાં ભૂકંપ સહિત વિશ્વભરમાં ઘણી કુદરતી આફતો આવશે. તેણે કહ્યું, “મને લાગે છે કે યુ.એસ.માં જોરદાર ભૂકંપ આવવાનો છે. આ સિવાય લંડન અને યુરોપમાં મોટા પૂરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં સુનામીની શક્યતાઓ છે. 


10. એલોન મસ્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય
વર્ષ 2024 માં એલન મસ્ક વિશ્વ સમક્ષ કંઈક નવું લઈને આવશે. આ સિવાય AI ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના નવા અપડેટ્સ અને અત્યારસુધી જે આવ્યું છે તેનાથી કંઈક અલગ આવશે.